Home /News /entertainment /સુષ્મિતા સેને કંઈક નવું કરવાની જન્મદિવસ પર આપી હિન્ટ, ફોટો શેર કરીને આપી જાણકારી

સુષ્મિતા સેને કંઈક નવું કરવાની જન્મદિવસ પર આપી હિન્ટ, ફોટો શેર કરીને આપી જાણકારી

ફોટોઃ @sushmitasen47

સુષ્મિતા સેને પોતાના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી છે અને એક નોટમાં ખુલાસો કર્યો છે કે આવનારા વર્ષમાં તેણી કંઈક મોટું કરવા જઈ રહી છે. સુષ્મિતાની પોસ્ટ પર તેણીની ભાભી ચારુ અસોપાએ કોમેન્ટ કરીને શુભકામના પાઠવી છે.

    મુંબઈઃ સુષ્મિતા સેન આજે પોતાનો 47મો જન્મ દિવસ ઉજવી રહી છે. પોતાના બર્થડે પર સુષ્મિતાએ એક ખૂબ જ સુંદર સનસાઇન ફોટો શેર કર્યો છે. તેણે બર્થડેના દિવસે સુષ્મિતાએ પોતાની એક્સાઇટમેન્ટ પણ જાહેર કરી હતી. તેણીએ પોતાની તસવીર સાથે એક સુંદર કેપ્શન લખ્યુ છે. આ તસવીરમાં સુષ્મિતાએ બ્લૂ આઉટફીટ પહેરેલું જોવા મળે ચે. તેણીએ પોતાના વાળને્ ખુલ્લા રાખ્યા છે. કેમેરા અને સુષ્મિતાની વચ્ચે સૂરજની કિરણોને જોઈ શકાય છે. તેણીએ સનગ્લાસ સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યુ છે. સુષ્મિતા તેમાં ખૂબ જ સુંદર અને યુવા દેખાઈ રહી છે.

    સુષ્મિતા સેને આ તસવીરો શેર કરતા લખ્યુ, "આખરે 47!!! એક નંબર જે 13 વર્ષથી સતત પાછળ પડ્યુ છે. એક ખૂબ જ અતુલ્ય વર્ષ રસ્તામાં છે..હું તેને લાંબા સમયથી જાણુ છુ.. અને હું તેની જાહેરાત કરીને થ્રિલ ફીલ કરી રહી છુ. આઈ લવ યૂ ગાયઝ...તમારી વિશ્વસનીય બર્થડે ગર્લ." પોતાના કેપ્શનમાં તેણીએ હાર્ટ અને બ્લેસ્ડવાળા ઇમોજી પણ સામેલ કર્યા છે.

    આ પણ વાંચોઃ રુપાલી ગાંગુલીના દીકરાને નથી પસંદ મમ્મીનો શો, 'અનુપમા' જોતા જ બંધ કરી દે છે આંખો અને...

    ચારુ અસોપાએ કર્યુ રિએક્ટ


    સુષ્મિતા સેને પોતાની આ પોસ્ટથી એક મોટી ખુશખબરનો સંકેત આપ્યો છે, જેને લઈને ફેન્સ ઘણા પ્રકારની સંભાવના કરી રહ્યા છે. ત્યારે, સુષ્મિતાની ભાભી અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાએ કોમેન્ટ કરી બહેનને બર્થડે વિશ કર્યુ છે. તેણીએ લખ્યુ, "મોસ્ટ અમેઝિંગ પર્સનને હેપ્પી બર્થડે...આઈ લવ યૂ દીદી."




    આ પણ વાંચોઃ 70ના દાયકાની સુપર બોલ્ડ એક્ટ્રેસ સાથે અભિષેક બચ્ચનની સુવાની હતી ઈચ્છા, એક્ટ્રેસે કહ્યુ કે...

    આ સેલેબ્સે પણ આપી શુભકામના


    સુષ્મિતા સેનની આ પોસ્ટ પર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સેલેબ્સે કોમેન્ટ કરીને તેણીને બર્થડે વિશ કર્યુ છે. એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે લાલ ઈમોજી સાથે કોમેન્ટ કરીને લખ્યુ, "હેપ્પી બર્થડે ઈન્સપિરેશન." જસવીર કૌર, કેટ શર્મા, ફલક નાઝ અને માલવિકા રાજ સહિત ઘણી એક્ટ્રેસે સુષ્મિતાને બર્થડે વિશ કર્યુ હતું.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Sushmita Sen, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन