સુશાંતસિંહ રાજપૂતે 3 દિવસ પહેલા પિતા સાથે ફોન પર કરી હતી વાત, આ વાતની ચિંતા વ્યક્ત કરી હતી

News18 Gujarati
Updated: June 15, 2020, 8:27 AM IST
સુશાંતસિંહ રાજપૂતે 3 દિવસ પહેલા પિતા સાથે ફોન પર કરી હતી વાત, આ વાતની ચિંતા વ્યક્ત કરી હતી
પિતાને 3 દિવસ પહેલા ફોન કરી સુશાંતસિંહ રાજપૂતે આવી સલાહ આપી હતી, પિતાને હિલસ્ટેશન ફરવા લઈ જવા માંગતો હતો

પિતાને 3 દિવસ પહેલા ફોન કરી સુશાંતસિંહ રાજપૂતે આવી સલાહ આપી હતી, પિતાને હિલસ્ટેશન ફરવા લઈ જવા માંગતો હતો

  • Share this:
મુંબઈઃ ટીવી અને ફિલ્મી દુનિયાનું જાણીતું નામ સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આપણી વચ્ચે નથી. રવિવારે તેઓએ પોતાનું દર્દ જણાવ્યા વગર દુનિયાને અલવિદા કહી દીધું. પરિવારથી દૂર તેઓએ મુંબઈમાં પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા (Sushant Singh Rajput Suicide) કરી દીધી હતી. આ દુખદ સમાચાર મળ્યા બાદ પરિવાર પર આભ ફાટી ગયું છે. સૌથી વધુ દુઃખી તેમના પિતા છે. દીકરાના મોતના સમાચાર સાંભળ્યા બાદ પિતાની હાલત ખરાબ છે. પિતા સુશાંતથી ખૂબ દૂર હતા, તેથી તેમની તબિયતની ચિંતા તેમને હંમેશા સતાવતી હતી. એક્ટર સુશાંતસિંહ રાજપૂતે ત્રણ દિવસ પહેલા પોતાના પિતાને અંતિમ કૉલ કર્યો હતો. આ કૉલમાં તેઓએ પોતાના પિતાને કોરોનાના વધતા કેસોને જોતાં ઘરથી બહાર ન જવાની સલાહ આપી હતી.

સુશાંતસિંહ રાજપૂત ના પિતા કૃષ્ણકુમાર સિંહ પટનામાં એકલા રહે છે. તેમની દેખરેખ માટે ઘરમાં કેરટેકર છે. જેનું નામ લક્ષ્મી છે. છેલ્લી વાર જ્યારે સુશાંતે પિતાની કેરેટકર લક્ષ્મી દેવી સાથે વાત કરી હતી તો તેણે કહ્યું હતું કે ‘પ્લીઝ મારા પિતાને કોરોના વાયરસથી બચાવજો.’

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે એન્જિનિયરિંગ પરીક્ષામાં મેળવ્યો હતો ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક

લક્ષ્મીએ જણાવ્યું કે, રવિવારે જ્યારે સુશાંતના પિતા લંચ કર્યા બાદ બેઠા ત્યારે મુંબઈથી તેમને કૉલ આવ્યો. કૉલ મુંબઈ પોલીસનો હતો, તેઓએ જાણકારી આપી કે સુશાંતે પોતાના ઘરમાં સુસાઇડ કરી દીધું છે. સુશાંતના મોતના સમાચાર સાંભળી તેમને ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ તેમના દોસ્ત અને પડોશીઓએ તેમની સંભાળ લીધી હતી.

લક્ષ્મીએ જણાવ્યું કે, સુશાંત તેમને ‘દીદી’ કહીને બોલવતા હતા. તેઓ દરરોજ પોતાની પિતા સાથે વાત કરતા હતા. લગભગ બે દિવસ પહેલા મારી સાથે બાબૂ (સુશાંત)એ વાત કરી હતી અને કહ્યું હતું કે, પિતાને પણ અને તમે પણ કોરોનાથી બચાવીને રાખજો. તેઓએ જણાવ્યું કે સુશાંતે થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે આ વખતે તેઓ પટના આવશે તો પિતાજીને લઈ જશે અને પછી ક્યાંક કોઈ પહાડી પર ફરવા લઈ જશે. પરંતુ બાબૂ તો ન આવ્યા, તેમના બદલે આ દુખદ સમાચાર આવી ગયા.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર મુંબઈ પહોંચ્યો, આજે થશે અંતિમ સંસ્કાર
First published: June 15, 2020, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading