સુશાંતસિંહ રાજપૂતનું કયું રહસ્ય જાણતા હતા શેખર કપૂર? કર્યો આ મોટો ખુલાસો

News18 Gujarati
Updated: June 15, 2020, 3:22 PM IST
સુશાંતસિંહ રાજપૂતનું કયું રહસ્ય જાણતા હતા શેખર કપૂર? કર્યો આ મોટો ખુલાસો
(Photo Credit social media)

શેખર કપૂરે ટ્વિટ કરીને લખ્યું કે, હું જાણતો હતો કે તું કયા દર્દથી પસાર થઈ રહ્યો હતો

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડમાં પોતાના ટેલેન્ટના બળે લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput Suicide)એ રવિવારે આત્મહત્યા કરી લીધી. કોઈ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર વિશ્વાસ નથી કરી શકતા. જ્યાં એક તરફ પ્રશંસક પોતાના સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, બૉલિવૂડથી જોડાયેલી સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક શેખર કપૂર (Shekhar Kapur)એ સુશાંતના નિધન સાથે જોડાયેલી પોસ્ટમાં કંઈક એવું કહી દીધું છે, જેને વાંચીને બધા જ હેરાન રહી ગયા. તેઓએ ખુલાસો કર્યો કે સુશાંત તેમની પાસે આવીને રડ્યો હતો.

શેખર કપૂરે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટ્વિટર પર એક પોસ્ટ લખી, જેમાં તેઓએ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું જાણતો હતો કે તું કયા દર્દથી પસાર થઈ રહ્યો હતો. હું જાણતો હતો તે લોકોની કહાણી, જેઓએ તને આટલી ખરાબ રીતે નિરાશ કર્યો કે તુ મારા ખભે રડી પડતો હતો. કાશ હું છેલ્લા 6 મહિનામાં તારી આસપાસ રહી શકતો, કાશ તુ મારી સાથે વાત કરી શકતો. તારી સાથે જે થયું તે તારું નહીં પરંતુ તે લોકોના કર્મોનું ફળ છે. #SushantSinghRajput'

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?

શેખર કપૂરના આ ટ્વિટથી જાહેર છે કે તેઓ જાણતા હતા કે સુશાંતની સાથે કંઈક એવું થયું છે, જે તેને અંદર સુધી આઘાત પહોંચાડી ગયું છે. કંઈક એવું થયું છે જે સુશાંતે શેખરને જણાવ્યું અને તેની પાસે જઈને રડી પડ્યો. આ વાતનો ખુલાસો તો શેખરે કરી દીધો પરંતુ તે ઘટના કે તે લોકો વિશે તેમણે કંઈ નથી જણાવ્યું, જેમના દ્વારા સુશાંતને નિરાશ કરવાની વાત તેઓ ટ્વિટમાં કરી રહ્યા છે.

નોંધનીય છે કે, સુશાંત વિશે મીડીયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. જોકે, તેમના દ્વારા પોતાનું કિમતી જીવન સમાપ્ત કરવાનું યોગ્ય કારણ હજુ પણ સામે નથી આવી શક્યું.

આ પણ વાંચો, સુશાંતસિંહ કેમ ડિપ્રેશનમાં હતો? રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની થશે પૂછપરછ
First published: June 15, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading