સુશાંતના મોત પછી કરણ અને આલિયા ભટ્ટ પર ઉઠ્યા સવાલ, લોકોએ સોશિયલ મીડિયા પર કહી આ વાત

તેવામાં કરણ જોહરે સોશિયલ મીડિયામાં અનેક લોકોને અનફોલો કરી દીધા છે. હવે તે ખાલી ચાર લોકોને ટ્વિટર પર ફોલો કરી રહ્યા છે. જેમાંથી ત્રણ બોલિવૂડ સ્ટાર છે. તેમણે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કર્યા છે.

આલિયા ભટ્ટની ટ્વિટ પર લોકોએ કૉમેન્ટ કરતા કહ્યું કે અચાનક જ તને સુશાંતની ચિંતા થઇ ગઇ.

 • Share this:
  બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) અચાનક જ આત્મહત્યા કરતા બોલિવૂડ શોકગ્રસ્ત થયું છે. તે પોતાના ઘરના એક રૂમમાં કથિત રીતે આત્યહત્યા કરી લીધી છે. (Suicide) કરી લીધી છે. આ ખબર પછી દરેક તે જ વિચારે છે કે આખરે સુશાંતે કેમ આ પગલું લીધું? તેવી તો શું મુશ્કેલી હતી જેમણે આ માટે તેમને મજબૂર કર્યા. આ સવાલની વચ્ચે સોશિયલ મીડિયામાં લોકો કરણ જોહર (Karan Johar) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ને જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. કરણ અને આલિયા પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. અને તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

  થયું એવું કે સુશાંતના નિધન પર કરણ જોહરએ તેના સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે. જે પછી લોકોએ તેને પોતાના એક જૂના વીડિયોની યાદ અપાવી છે. જેમાં કરણ અને આલિયા સુશાંતની મજાક ઉડાવી રહ્યા હતા. હવે લોકો આ મામલે તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.  કરણ જોહરે ટ્વિટ કરીને કહ્યું કે આ ખબર દિલ તોડી દે તેવી છે. જે પર લોકોએ તેમને ટ્રોલ કર્યા છે. કોઇએ તેમને Hypocrite કહ્યા છે તો કોઇએ તેમને Nepotismના પ્રમોટર. તેની પોસ્ટ નીચે લોકોએ લખ્યું પણ છે કે કેવી રીતે તે આલિયા સાથે મળીને તેની મજાક ઉડાવી હતી. ત્યાં સોશિયલ મીડિયામાં કરણ અને આલિયાના ટ્વીટ પર લોકો ટ્વીટ કરીને તેમને ખરી ખોી સંભળાવી રહ્યા છે.

  આલિયા ભટ્ટની ટ્વિટ પર લોકોએ કૉમેન્ટ કરતા કહ્યું કે અચાનક જ તને સુશાંતની ચિંતા થઇ ગઇ. અત્યાર સુધી તો તમે તેને આઉટસાઇડર તરીકે ટ્રીટ કરતા હતાને!


  ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે અચાનક જ આત્મહત્યા કરતા બોલીવૂડમાં બે ભાગ પડી ગયા છે. અમુક લોકો તેની હત્યા માટે ઇન્ડસ્ટ્રીને જવાબદાર માને છે. તો બીજા લોકો આ વાતને નકારે છે. વળી સુશાંતે કોઇ સુસાઇડ નોટ પણ નથી છોડી જેથી તેની મૃત્યુનું કારણ જાણી શકાય. ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારના ક્યાસ આ મામલે બાંધી રહ્યા છે. કરણ જોહરના ચેટ શોના એક એપિસોડમાં કરણ અને આલિયાએ સુશાંતનો મજાક ઉડાવ્યો હતો. જે પછી હાલ તેમના દ્રારા સુશાંતને શોકાંજલિ અર્પિત કરાતા લોકો ગુસ્સે ભરાયા છે. તે વાતમાં કોઇ શંકા નથી કે સુશાંત એક અદ્ઘભૂત પર્સનાલિટી હોવાની સાથે જ એક ખૂબ જ ટેલેન્ટેડ એક્ટર પણ હતા. જેમણે બહુ જલ્દી જીંદગીને વિદાય આપી દીધી.
  Published by:Chaitali Shukla
  First published: