Home /News /entertainment /ગણપતિ બાપ્પાની સાથે સુશાંત સિંહનો Photo વાયરલ, બહેને શૅર કરી લખ્યો ખાસ મેસેજ

ગણપતિ બાપ્પાની સાથે સુશાંત સિંહનો Photo વાયરલ, બહેને શૅર કરી લખ્યો ખાસ મેસેજ

સુશાંત સિંહ રાજપૂતની ફાઇલ તસવીર (Photo Credit- shwetasinghkirti/Instagram)

સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરમાં સુશાંત ભક્તિમય અંદાજમાં જોવા મળી રહ્યા છે

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઈ હાલમાં સીબીઆઈ ઝડપથી તપાસ કરી રહી છે. બીજી તરફ, કાયદાકિય તપાસની સાથોસાથ સોશિયલ મીડિયા (Social Media) અને અનેક ન્યૂઝ ચેનલો પણ સુશાંતના કેસને લઈ ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. સુશાંતના પરિવાર અને તેમની બહેનો પણ સત્ય જાણવા માટેની લડાઈ લડી રહ્યા છે.

આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહ (Shweta Singh Kirti)એ કાલે એટલે કે શનિવારે ભાઈ સુશાંત માટે ગાયત્રી મંત્ર પાઠ રાખ્યો હતો. બીજી તરફ, હવે તેઓએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ના અવસરે ભાઈની એક ખૂબ જ ખાસ તસવીર શૅર કરી છે. સુશાંતની આ તસવીરની સાથે શ્વેતાએ તેમના સપોર્ટમાં ઊભા રહેલા લોકોને સંદેશ પણ લખ્યો છે.

શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈ સુશાંત સિંહ રાજપૂતની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં સુશાંત ગણપતિ બાપ્પાની મૂર્તિની સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં સુશાંત ભક્તિમય અંદાજમાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, આ તસવીર ગણેશ ચતુર્થીના અવસરે લેવામાં આવી હતી. આ તસવીરને શ્વેતાએ ગણેશ ચતુર્થીના અવસરે શૅર કરી ખાસ સંદેશ લખ્યો છે. અહીં જુઓ શ્વેતાએ શૅર કરેલી તસવીર...



આ પણ વાંચો, દુનિયાનું સૌથી મોંઘું માસ્કઃ હીરા જડિત સોનાના માસ્કની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ

આ પણ વાંચો, કંદોઈની ખુલી ગઈ કિસ્મત! 250 રૂપિયાની લોટરી ટિકિટથી બની ગયા દોઢ કરોડના માલિક

આ તસવીરના કેપ્શનમાં શ્વેતાએ લખ્યું કે, ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ! નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા.’ આ તસવીરની સાથે તેઓએ #warriors4ssr #justiceforsushanthsinghrajput #godiswithus જેવા હૅશટૅગનો ઉપયોગ પણ કર્યો છે. આ હૅશટૅગની સાથે તેઓએ લોકોને સપોર્ટની સાથે સુશાંત માટે ન્યાય મેળવવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ, ગણપતિની સાથે સુશાંતની તસવીર પણ લોકોને તેમની યાદ અપાવી રહી છે.
First published:

Tags: Eco ganesha, Entertainment, Ganesh Chaturthi, Ganesh Chaturthi 2020, Sushant singh rajput, બોલીવુડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો