રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ આપવાના નવા આરોપ મામલે સુશાંત સિંહ રાજપૂતની બહેને કરી આ માંગણી

રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ આપવાના નવા આરોપ મામલે સુશાંત સિંહ રાજપૂતની બહેને કરી આ માંગણી
સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી સાથે (ફાઇલ ફોટો)

કથિત રૂપથી જોવા મળ્યું છે કે એક ડ્રગ્સ ડિલરથી ચેટ હતી અને તેને ડિલિટ કરવામાં આવી છે.

 • Share this:
  બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસને લઇને સીબીઆઇ (CBI) તપાસ કરી રહી છે. આ મામલે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) અને ન્યૂઝ ચેનલ દ્વારા રિયા ચક્રવર્તી (Rhea Chakroborty)ની વોટ્સઅપ ચેટ લીક હોવાનો દાવો કર્યો છે. જેમાં ડ્રગ્સને લઇને વાત કરવામાં આવી છે. રિયાના વકીલે સફાઇ પણ આપી છે. વધુમાં આ મામલે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kiri) પ્રતિક્રિયા પણ આપી છે.

  સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ભાઇ માટે ન્યાયની માંગણી કરી રહી છે. તેમણે સીબીઆઇના સપોર્ટ માટે સોશિયલ મીડિયામાં લોકોને એકજૂટ થઇને અપીલ કરવાની વાત કરી હતી. રીયા ચક્રવર્તીના લીક વોટ્સઅપ ચેટમાં ડ્રગ્સના આરોપ પર શ્વેતાએ ટ્વિટર પર કહ્યું કે આ ક્રિમિનલ ઓફેન્સ છે. આ પર સીબીઆઇએ તરત એક્શન લેવું જોઇએ. આ પોસ્ટ પર શ્વેતાએ #RheaDrugsChat હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ નાઉની પોતાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તીની વોટ્સઅપ ચેટ સામે આવી છે. જેમાં રિયાએ કેટલાક લોકોની સાથે વાત કરી છે.

  આ રિપોર્ટ મુજબ રિયા અને ગૌરવ આર્યા વચ્ચે વાત કરી. ગૌરવ તે વ્યક્તિ છે જેને ડ્રગ ડિલર હોવાનો આરોપ છે. ચેટાં લખ્યું છે કે જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો હું વધુ ડ્રગ્સ ઉપયોગ નહીં કરું. અન્ય વ્યક્તિથી વાતચીતમાં રિયા ચક્રવર્તી જયાને કહે છે કે ચા, કોફી કે પાણીમાં 4 ડ્રોપ નાંખો અને તેને પાણી પીવા દો. અસર જોવા માટે 30 થી 40 મિનિટ રોકા.

  કથિત રૂપથી જોવા મળ્યું છે કે એક ડ્રગ્સ ડિલરથી ચેટ હતી અને તેને ડિલિટ કરવામાં આવી છે. જો કે રિયાના વકીલ આ તમામ આરોપોનું ખંડન કર્યું છે. તેણે કહ્યું કે રિયાએ ક્યારેય ડ્રગ્સ નથી લીધું.
  Published by:Chaitali Shukla
  First published:August 26, 2020, 11:20 am