સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવાર સુશાંતની મોત પછી થઇ રહેલી તપાસ અને તેના પરિવાર બદનામ કરવા માટે ચલાઇ રહેલા અભિયાન મામલે પોતાની વાત રાખીને 9 પેજનો એક ઓપન લેટર જાહેર કર્યો છે. (Sushant Singh Rajput family releases 9 page open letter) ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખ્યપત્ર સામાનમાં આ મામલે એક એડિટોરિયલ લખીને સુશાંત અને તેના પરિવાર વચ્ચે ચાલતી ખટાશ વિષે વાત કરી હતી. પછી પરિવારે આ મામલે પોતાની વાત રાખી છે.
આ લેટર હિંદીમાં છે અને તેની શરૂઆત જલાલપુરીના શેરથી કરવામાં આવી છે કે તૂ ઇધર-ઉધરની ન વાત કર યે બતા કિ કાફિયા ક્યાં લુટા, મુજે રહજનો સે ગિલા નહીં તેરી રહબરી કા સવાલ હૈ. સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું હતું કે સુશાંતના પોતાની બહેન સાથે સંબંધ સારા નહતા. તે મામલે લેટરમાં લખ્યું છે કે પહેલી બેટીકે સાથે જાદુ થયું, કોઇ આવ્યું કોઇ વિદેશ લઇ ગયું (સુશાંતની બહેનના લગ્ન અમેરિકા થયા છે તે ત્યાં રહે છે), બીજી દીકરી દેશની ક્રિકેટ ટીમ સાથે ખેલતી રહી અને ત્રીજી કાનૂનનું બણી રહી છે. ચોથી પુત્રી ફેશન ડિઝાઇનરમાં ડિપ્લો છે. અને 5મો સુશાંત જે તેની માંની મન્નત હતો. પૂરું જીવન આ પરિવારે કોઇનાથી કંઇ નથી લીધું. ના કોઇને નુક્શાન પહોંચાડ્યું છે.
સુશાંતની માંની આકસ્મિત મોત અને સુશાંતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળેલી સફળતા મામલે લખવામાં આવ્યું છે કે લોકો ખાલી આ વાતની કલ્પના જ કરી શકે છે કે ગત 8-10 વર્ષોમાં મારી સાથે શું થયું. આ લેટરમાં સુશાંતના કથિત નજીકના સંબંધીઓ વાત પણ કરવામાં આવી જેના નજીક હોવાનો દાવો અને મીડિયામાં પોતાના નિવેદન જાહેર કરી રહ્યા છે.
આ સમગ્ર લેટરમાં જો કે રિયા ચક્રવર્તીનું નામ નથી લેવામાં આવ્યું. જો કે તેવું લખ્યું છે કે સુશાંતની વીભત્સ હત્યા થઇ છે. અને પછી તે બદમાશોએ તેને ફસાવી લીધો. આ લેટરમાં તે વાત પણ પર સવાલ કરવામાં આવ્યા છે કેવી રીતે આને હત્યા સાબિત કરવા માટે મોંઘા વકીલની મદદ લેવાઇ રહી છે.
Published by:Chaitali Shukla
First published:August 12, 2020, 16:39 pm