સુશાંતના ઓર્ગન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાયા, મુંબઈમાં આજે થશે અંતિમ સંસ્કાર

News18 Gujarati
Updated: June 15, 2020, 8:47 AM IST
સુશાંતના ઓર્ગન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાયા, મુંબઈમાં આજે થશે અંતિમ સંસ્કાર
સુશાંત સિંઘ રાજપૂતની ફાઇલ તસવીર

બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે રવિવારે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ રવિવારે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા (Sushant Singh Rajput Suicide) કરી લીધી હતી. તેના આ પગલાથી સમગ્ર બૉલિવૂડ અને ટીવી જગતમાં સન્નાટો છવાઈ ગયો છે. સુશાંતના મુંબઈમાં આજે અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવશે. આ જાણકારી સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નિશાંત જૈને આપી છે. તેમના અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારના સભ્યો પટનાથી મુંબઈ પહોંચ્યા છે. દીકરાના નિધનના સમાચાર સાંભળી તેમના પિતા ભાંગી પડ્યા છે. મળતી માહિતી મુજબ, સુશાંતસિંહના ઓર્ગનને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતા અને પરિવારના કેટલાક સભ્ય મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા. મળતી માહિતી મુજબ, ધારાસભ્ય નીરજ બબલૂ સહિત બે અન્ય સભય મોડી રાત્રે મુંબઈના ક્લીના એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કોરોના વાયરસના કારણે સુશાંતિ સિંહના અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ નહીં થાય. એક્ટરના પિતા ઉપરાંત માત્ર કેટલાક નજીકના લોકો જ તેમાં સામેલ થશે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે એન્જિનિયરિંગ પરીક્ષામાં મેળવ્યો હતો ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક

બિહારના વતની બૉલિવૂડ ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ આ પગલું કેમ ઉઠાવ્યું એ કોયડો બનેલો છે. મળતી માહિતી મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. પોલીસને તેના ઘરથી મેડિકલ ફાઇલ્સ મળી છે. અહેવાલ તો એવા પણ સામે આવ્યા છે કે સુશાંતસિંહ રાજપૂત નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો. એક્ટરના પિતરાઈએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો, ‘તારક મહેતા…’ના ગોગીએ નાની ઉંમરે ખરીદ્યું આલીશાન ઘર, એક સમયે જમીન પર સૂવા મજબૂર
First published: June 15, 2020, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading