રિયા ચક્રવર્તીની સતીશ માનશિંદેને બનાવ્યો પોતાના વકીલ, સલમાન-સંજયનો કેસ લડી ચૂક્યો છે

રિયા ચક્રવર્તી

રિયા પર કેસ દાખલ થયા પછી કેસ લડવા માટે મોંધા વકીલ તરીકે સતીશ માનશિંદેને હાયર કર્યો છે.

 • Share this:
  સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં હવે તેના પરિવારએ મૌન તોડ્યું છે. અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakroborty) વિરુધ્ધ અને ધારાઓ સાથે સુશાંતના પિતા કે.કે. સિંહે કેસ દાખલ કરાવ્યો છે.
  તો સામે પક્ષે રિયા પર કેસ દાખલ થયા પછી કેસ લડવા માટે મોંધા વકીલ તરીકે સતીશ માનશિંદેને (Satish Maneshinde) હાયર કર્યો છે. સતીશ માનશિંદે તે જ વકીલ છે જેમણે સલમાન ખાન (Salman khan) અને સંજય દત્ત (Sanjay Dutt)નો કેસ પણ લડ્યો હતો.

  બિહાર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અને પટનામાં સુશાંતના પિતા દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી રિયાએ મુંબઇમાં પોતાના બચાવ માટે સતીશ માનશિંદેને હાયર કર્યા છે. સતીશ માનશિંદે જાણીતા વકીલ છે. અને તેમણે સંજય દત્તનો 1993 મુંબઇ બ્લાસ્ટ અને સલમાન ખાનનો 1998 બ્લેકબક કેસ લડ્યો હતો.
  View this post on Instagram

  #rheachakraborty lawyer arrives at her home after an FIR was filed by #SushantSingRajput father today in Patna Allegation 1: There was Rs. 17 crores in one of the bank accounts of Sushant. From that bank account, 15 crores were transferred into another account in which there was no connection with Sushant. Sushant's father has flagged this transaction and has asked for a probe. IPC 341: Wrongfully restraining a person or in other words, holding him captive or locking up a person against his will. IPC 323: Voluntarily causing hurt to a person or in other words, it is being alleged by his father that Sushant Singh Rajput was physically attacked. Tweets by @soumyadiptab . #viralbhayani @viralbhayani


  A post shared by Viral Bhayani (@viralbhayani) on

  પટનામાં સુશાંતના પરિવાર કેસ દાખલ કરાવ્યા પછી સતીશની જૂનિયર વકીલ આનંદિની ફર્નાંડિસ રિયાના ઘરે પહોંચી હતી. અને બંને વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. રિયાના ઘરેથી બહાર નીકળ્યા પછી આનંદિનીથી મીડિયા વાત કરવા માંગી પણ તે ચુપચાપ ત્યાંથી નીકળી ગઇ.

  વધુ વાંચો :  રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR દાખલ કર્યા પછી સુશાંતની બહેને ન્યાય માટે કહી આ મોટી વાત

  નોંધનીય છે કે પટના પોલીસની ચાર સદસ્ય વાળી ટીમ મુંબઇ આવી પહોંચી છે. અને તેમણે આ મામલે તપાસ શરૂ કરી છે. પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ આઇપીએસની ધારા 306/341/ 342/380/406/420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુત્રોના કહેવા મુજબ આ મામલે પટના પોલીસે રિયા ચક્રવર્તીની ટ્રાંજિટ રિમાન્ડ લઇ શકે છે. આ પહેલા આજે રિયા અંતરિમ જમાનત માટે અપ્લાય કરી શકે છે.

  સુશાંતના પિતાએ 7 પાનાની FIRમાં સુશાંતના ખાતાથી 15 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવાની વાત પણ લખી છે. અને તેમણે રિયા અને તેના પરિવાર પર જાણી જોઇને માનસિક રૂપે બિમાર બતાવાનો પ્રયાસ પણ કર્યો છે. સાથેજ એફઆઇઆરમાં સુસાઇડ માટે મજબૂર કરવાની વાત પણ કહેવામાં આવી છે. સાથે એફઆઇઆરમાં 16 આરોપો અને 5 સવાલો કરવામાં આવ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: