સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ

14 જૂને જ્યારે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી તે સમયે સિદ્ધાર્થ પિથાની તેના ઘરે જ હાજર હતો

14 જૂને જ્યારે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી તે સમયે સિદ્ધાર્થ પિથાની તેના ઘરે જ હાજર હતો

 • Share this:
  મુંબઈઃ બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત સૂસાઇડ કેસ (Sushant Singh Rajput Suicide Case)ની તપાસ પોલીસે તેજ કરી દીધી છે. બૉલિવૂડ (Bolywood) સાથે જોડાયેલા કેટલાક લોકોની સાથે તેમના પ્રશંસકો અને કેટલાક નેતા પણ સતત આ મામલાની સીબીઆઈ તપાસ (CBI investigation)ની માંગ કરી રહ્યા છે. પોલીસ સતત એ લોકોની પૂછપરછ કરી રહી છે જે લોકો સુશાંતના સંપર્કમાં હતા કે તેના નિધન બાદ ઊભા થયેલા સવાલો પર પોલીસને જેમની પર શંકા છે. પોલીસે બુધવારે સુશાંતના ખાસ મિત્રની ફરી પૂછપરછ કરી જે 14 જૂને સુશાંતના ઘરે જ હતો. બાંદ્રા પોલીસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીથાની (Siddharth Pithani)ને ફરી બોલાવીને લાંબી પૂછપરછ કરી.

  સિદ્ધાર્થ પિથાની, સુશાંતસિંહ રાજપૂતની સાથે તેમના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો . 14 જૂને જે સમયે સુશાંતે આત્મહત્યા કરી તે સમયે સિદ્ધાર્થ પિથાની તેના ઘરે જ હાજર હતો. આ મામલામાં સિદ્ધાર્થ પોલીસને પહેલા જ પોતાનું નિવેદન નોંધાઇ ચૂક્યો છે.  આ મામલામાં YRFના કાસ્ટિંગ ડાયરેક્ટર અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત લગભગ 29 લોકોની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે.

  આ પણ વાંચો, સુશાંતે 1 મહિનામાં 50 વાર સિમ કાર્ડ કેમ બદલ્યા? શેખર સુમને કહ્યું- કેસ CBIને સોંપો

  આ પહેલા મંગળવારે પોલીસે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની કો-એક્ટ્રેસ સંજના સાંઘીને પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશને બોલાવી હતી. પોલીસે સંજના સાથે લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. 9 કલાકની પૂછપરછમાં પોલીસે સંજનાને શૂટિંગ દરમિયાન સુશાંત પર લગાવવામાં આવેલા #MeTooના આરોપોની સાથે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના ડિપ્રેશનમાં જવા સાથે જોડાયેલા અગત્યના સવાલ પૂછ્યા હતા.

  આ પણ વાંચો, મેથી સમજીને બનાવ્યું ગાંજાનું શાક! તેને ખાઈને પરિવારના 6 સભ્યોની તબિયત લથડી

  નોંધનીય છે કે, સુશાંતે 14 જૂને મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી હતી. અત્યાર સુધીની તપાસમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા અને શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું કહેવાય છે. તેમ છતાંય પોલીસ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: