બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહની લાશ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં ફાંસી લગાવેલી હાલતમાં મળી છે. પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગેલી છે. સુશાંત સિંહ રાજપૂતને બોલિવુડની તમામ હસ્તીઓ શ્રદ્ધાંજલી આપી રહી છે.
બિહારના રહેવાસી બોલિવુડ ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી. આ સમાચારથી માત્ર તેમના પ્રશંસકો જ નહીં પરંતુ બોલિવુડ અને રાજનૈતિક લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. સુશાંતના આવતીકાલે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે. આ જાણકારી સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નિશાંત જૈને આપી છે. એટલું જ નહીં, સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સોમવારે 11.20 કલાકની ફ્લાઈટથી તેમના પિતા, ધારાસભ્ય નીરજ બબલૂ સહિત બે અન્ય સભ્યો મુંબઈ આવશે.
મુંબઈમાં જ થશે અંતિમ સંસ્કાર
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સોમવારે અંતિમ સંસ્કાર મુંબઈમાં જ થશે. જેમાં પટનાથી તેમના પિતા કેકે સિંહ અને પિતરાઈ ભાઈ અને સુપૌલથી બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબૂલ સાથે બે અન્ય સભ્યો સવારે 11.20 કલાકની ફ્લાઈટમાં મુંબઈ આવશે. તમને જણાવી દઈએ કે, સુશાંતની માતાનું મૃત્યું 2002માં થયું હતું. આ સિવાય તેમની ચાર બહેન છે, જેમાંથી એક મિતુ સિંહ રાજ્ય સ્તરની ક્રિકેટ ખેલાડી છે.
સુશાંત સિંહ રાજપૂત દ્વારા કથિત રીતે મુંબઈ સ્થિત પોતાના આવાસ પર ફાંસી લગાવ્યા બાદ, તેમને ડો. આરએન કપૂર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. COVID-19 પરિક્ષણ કર્યા બાદ, તેમના શરીરને પોસ્ટ માર્ટમ રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈ સુસાઈડ નોટ નથી મળી, મુંબઈના ડીસીપી ઝોન-9 અભિષેક ત્રિમુખે એએનઆઈને જણાવ્યું કે, પોલીસ પોસ્ટમાર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેની મોતનું સાચુ કારણ બતાવી શકશે. આ સાથે સૂત્રો અનુસાર, આવતીકાલે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે સાંભળી મને દુખ થયું છે. એક યુવા અને પ્રતિભાશાળી અભિનેતા, ખૂબ જ વહેલા દુનિયા છોડી ગયા. તેમના પરિવાર, મિત્રો અને દુનિયાભરમાં રહેલા તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેને કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની ન હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસ આને આર્થિક સાથે-સાથે પર્સનલ પરેશાની સાથે જોડીને તપાસ કરી રહી છે. પોલીસ સુશાંતના એ ડોક્ટર સાથે પણ વાત કરશે જે છેલ્લા 5-6 મહિનાથી તેના ડિપ્રેશનની સારવાર કરી રહ્યા હતા. હાલમાં કોઈ બેઈમાનીનો સંદેહ સામે નથી આવી રહ્યો.
મુંબઈ પોલીસના સૂત્રો અનુસાર, જે સમયે સુશાંતે આત્મહત્યા કરી તે સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા. તેમાં બે કૂક, મેડ અને એક મિત્ર હતો. સુશાંત બેડરૂમમાં એકલો હતો. જ્યારે ગણા લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવ્યો તો આ ત્રણ લોકોએ ચાવી બનાવનારને બોલાવી દરવાજો ખોલ્યો. ત્યારબાદ ડોક્ટર અને પોલીસને સૂચના આપી. સુશાંત સિંહની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી.
બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાને ટ્વીટ કી કહ્યું કે, તેણે મને ખૂબ પ્રેમ કર્યો. હું તેને ખૂબ યાદ કરીશ. તેની એનર્જી, ઉત્સાહ અને તેની મુસ્કાન. અલ્લાહ તેના આત્માને શાંતી આપે. તેના પરિવાર સાથે મારી સંવેદના છે. આ ખૂબ દુખ આપનારા અને ચોંકાવનારા સમાચાર છે.
He loved me so much...I will miss him so much. His energy, enthusiasm and his full happy smile. May Allah bless his soul and my condolences to his near and dear ones. This is extremely sad....and so shocking!! pic.twitter.com/skIhYEQxeO
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ લખ્યું કે, સુશાંત તે કહ્યું હતું કે, તમારી સાથે એક દિવસ ટેનિસ રમીશ. તુ એકદમ ખુશ મિજાજી હતો. જ્યાં જાય ત્યાં ખુશી ફેલાવતો હતો. અમને બિલકુલ અંદાજો ન હતો કે, તુ અંદરથી કેટલો દુખી હતો. આ દુનિયા તને મિસ કરશે. તારી આત્માને શાંતી મલે મરા દોસ્ત.
Sushant 💔 💔 you said we would play tennis together one day .. you were so full of life and laughs .. spreading smiles everywhere you went.. we didn’t even know you were hurting this bad 😞 the world will miss you .. shaking while I write this .. RIP my friend
લતા મંગેશકરે ટ્વીટ કરી કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળી મને ખૂબ આઘાત લાગ્યો છે. અમારી ક્યારેય મુલાકાત નથી થઈ પરંતુ તેમણે ધોની ફિલ્મમાં એવો સુંદર અભિનય કર્યો હતો કે હું ક્યારેય ભૂલી નહીં શકુ. હું તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છુ. ઈશ્વર તેની આત્માને શાંતી આપે.
Sushant Singh Rajput ke aatmhatya ki khabar sunkar mujhe bada dhakka laga.Hamari kabhi mulaaqaat nahi hui thi magar unhone Dhoni film main aisa sundar abhinay kiya tha ki main kabhi bhul nahi sakti.Main unko shraddhanjali arpan karti hun. Ishwar unki aatma ko shanti pradan kare.
સુશાંત સિંહ રાજપૂતના ઘરે તપાસ ચાલી રહી છે. પોલીથિન લઈ પોલીસ બહાર નીકળી છે. આ પોલીથિનમાં દવા અને કેટલાક મહત્વના સુરાગ હોવાની આશંકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું, સુશાંત સિંહ રાજપૂત એક ઉજ્જવલ યુવા અભિનેતા ખૂબ વહેલા જતા રહ્યા. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું. મનોરંજનની દુનિયામાં તેમના ઉદયે ગણા લોકોને પ્રેરિત કર્યા અને પોતાની પાછળ પોતાની યાદગાર પરફોર્મેન્સ છોડી ગયા. તેમના નિધનથી સ્તબ્ધ. મારી દુઆ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારથી ગણા લોકો ચોંકી ગયા છે. સેન્ટ કરેન્સ હાઈ સ્કૂલના શિક્ષક પ્રભાકર પ્રસાદ સિંહે કહ્યું કે, સુશાંત મેઘાવી વિદ્યાર્થી હતા અને રેગ્યુલર ક્લાસ એટન્ટ કરતા હતા.
પોસ્ટમાર્ટમ માટે લાસ હોસ્પિટલ લઈ જવાઈ
પટનામાં સુશાંત સિંહ રાજપૂકના ઘર બહાર ભીડ જમા થઈ રહી છે
Bihar: People gather outside #SushantSinghRajput's residence in Patna, where his family resides.
અભિનેત્રી ઉર્મિલા માતંડકરે લખ્યું - બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહેનત અને ટેલેન્ટ જોઈએ છે. અહીં તમે તમારી સારી જગ્યા બનાવી હતી. ખૂબ જ દુખ છે કે, તમે આ દુનિયા ખૂબ જ વહેલી છોડી જતા રહ્યા.