કોરોનાના સંક્ટ વચ્ચે ગુજરાતી દુકાનદારના આઇડિયાની અમિતાભ બચ્ચને પણ પ્રશંસા કરી

News18 Gujarati
Updated: March 25, 2020, 12:41 PM IST
કોરોનાના સંક્ટ વચ્ચે ગુજરાતી દુકાનદારના આઇડિયાની અમિતાભ બચ્ચને પણ પ્રશંસા કરી
ગુજરાતી દુકાન જેના અમિતાભ બચ્ચને કર્યા વખાણ

"Social Distancing... ભારતના લોકોની ચતુરાઇ" : અમિતાભ બચ્ચન

  • Share this:
કોરોના વાયરસ વૈશ્વિક મહામારી બને દુનિયાભરના અનેક દેશોનો ભરડો લઇને બેઠો છે. મહામારીના આ સમયે આપણે એકબીજાથી અંત રાખી, ઘરે રહી અને હાથની સફાઇ જેવા કેટલાક પ્રયાસોથી આ રોગને આપણા અને આપણા પરિવારથી દૂર રાખી શકીએ છીએ. હાલ દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. અને ખૂબ જ જરૂરી હોય તે સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. આ અપીલમાં બોલિવૂડના જાણીતા સેલેબ્રિટી પણ જોડાયા છે. અને તે સતત લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. આ વાતમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ પાછળ નથી. તે સતત તેમના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત રહેવાની સલાહ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના આ સમયે લોકો જીવન જરૂરી વસ્તુ જેવી કે કરીયાણું લેવા બહાર નીકળી રહ્યા છે. ત્યારે બહાર નીકળતી વખતે પણ સોશિયલ ડિસ્ટસ્ટીંગ એટલે કે એકબીજાથી 1 હાથ કરતા વધુની દૂર રાખવી જરૂરી છે. અને આ વાતનું સારું ઉદાહરણ ગુજરાતની એક દુકાને પુરું પાડ્યું છે. સોશિયલ મીડિયામાં ગુજરાતની આ કરિયાણાંની દુકાનની તસવીરો તેજીથી વાયરલ થઇ રહી છે. જ્યાં કરિયાણાંની દુકાન સામે લોકો અલગ અલગ ગોળ કૂંડાળામાં ઊભેલા દેખાય છે. અને એક પછી એક પોતાનો વારો આવતા લોકો સોશ્યલ ડિસ્ટસ્ટીંગ રાખીને કરીયાણું ખરીદી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થતા અમિતાભ બચ્ચને પણ આ તસવીર શેર કરી વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે "Social Distancing... ભારતના લોકોની ચતુરાઇ....અનુશાસન, ધ્યાન રાખો અને તમારી ફરજ બજાવો...સલામત રહો અને આદેશને અનુસરો."


ઉલ્લેખનીય છે કે આ તસવીર ક્યાંની છે તે હજી જાણી નથી શકાયું પણ ગુજરાતી હોડિંગ્સના આધારે તે વાત તો પાક્કી છે કે ગુજરાતના કોઇ વિસ્તારની આ દુકાન છે. આ તસવીર વાયરલ થયા પછી અન્ય દુકાનો પણ તેમના ગ્રાહકોની સુરક્ષા માટે આવા કુંડાળા કરી લોકોને એકબીજાથી દૂર અને સુરક્ષિત રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જે સરાહનીય છે.
First published: March 25, 2020, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading