કોરોનાવાયરસના કારણે સની લિયોનીએ લીધો આ મોટો નિર્ણય, નહીં કરે આ કામ

News18 Gujarati
Updated: January 29, 2020, 5:39 PM IST
કોરોનાવાયરસના કારણે સની લિયોનીએ લીધો આ મોટો નિર્ણય, નહીં કરે આ કામ
સની લિયોની

"સમજદાર બનો અને સુરક્ષિત રહો": સની લિયોની

  • Share this:
ફિલ્મોમાં એક્ટિંગ, ડાસિંગ નંબર કરીને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સની લિયોની (Sunny Leone) હવે પ્રોડ્યૂસર બની ગઇ છે. આજકાલ તે પોતાના પતિ ડેનિયલ (Daniel Weber) સાથે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એક ફિલ્મના શૂટિંગના કારણે જ હાલ જ વિદેશ પ્રવાસ જવા માટે નીકળી છે. પણ સામાન્ય રીતે કેમેરા અને ફેન્સને સેલ્ફી આપવાની તક આપતી સનીએ હવે બધા લોકોથી એરપોર્ટ પર દૂરી કરી લીધી છે. અને તેણે મોં પર માસ્ક પણ પહેર્યો છે. આ તમામ પાછળ કોરોના વાયરસ (Coronavirus) જવાબદાર છે તેમ ખુદ સનીએ જ જણાવ્યું છે.

બુધવારે સની લિયોનીએ પોતાના પતિ અને ટીમ સાથે એરપોર્ટ પર નજરે પડી. અહીં સનીના હાથમાં માસ્ક હતો. કેટલાક ફેન્સ સેલ્ફીની વાત કરીનો તેની ટીમ આ લોકોને ના પાડી. એક યુવતી સનીને નજીક આવે છે તો સની માસ્ક ચહેરા પર લગાવી દે છે. અને ત્યાંથી નીકળી જાય છે.
 View this post on Instagram
 

#CoronaVirusAlert No Selfie Pls #SunnyLeone at the airport today #instalove #staysafe #wednesday #ManavManglani


A post shared by Manav Manglani (@manav.manglani) on


આ પછી સનીએ પોતાના પતિ ડેનિયલ સાથે એક ફોટો શેયર કર્યો છે. જેમાં બંનેના ચહેરા પર માસ્ક છે. આ ફોટોમાં લખ્યું છે કે સુરક્ષિત નવું Cool છે. તમારી આસપાસ શું થાય છે તેનાથી અજાણ ન રહો, તે ના વિચારો કે કોરોના વાયરસ તમને પ્રભાવિત નહીં કરે. સમજદાર બનો અને સુરક્ષિત રહો.

 નોંધનીય છે કે કોરોના વાયરસનો ડર આખી દુનિયા પર છવાયેલો છે. આ વાયરસ ચીનથી શરૂ થયો છે. અને હવે દુનિયાના દેશો તેને ઝપેટમાં છે. ભારતમાં જ આવા કેસ જોવા મળી ચૂક્યા છે. હાલ આ મહામારીના કારણે 100થી વધુ લોકોની મોત થઇ ગઇ છે. અને વાયરસને લઇને એરપોર્ટ પર સૌથી વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ભારતમાં 21 એરપોર્ટ્સ હાલ આ વાયરલની તપાસ કરવામાં આવી રહી છે.

 
First published: January 29, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading