એડલ્ટ ઈન્ડસ્ટ્રીઝી ટીવી પર્દા પર અને બાદમાં મોટા પર્દા પર પોતાની ઓળખ બનાવી ચુકેલી સની લિયોની આજે દરેકની ફેવરેટ છે. તેની ફેન ફોલોઈંગ એટલી છે કે તે રસ્તા પર નીકળે તો ટ્રાફિક જામ લાગી જાય છે. પરંતુ તે કોની ફેન છે, તે જાણો છો તમે? આ પ્રશ્નનો જવાબ છે તેના પતિ ડેનિયલ વેબર. ડેનિયલ વેબરની સાદગી અને સ્વભાવથી ઈમ્પ્રેસ સનીએ હમણાં જ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે.
સનીએ હ્યૂમન્સ ઓફ બોમ્બેના ઓફિશિયલ પેજ દ્વારા જણાવ્યું કે, કેવી રીતે તે ડેનિયલને દિલ દઈ બેઠી. સનીએ જણાવ્યું કે, ડેનિયલ સાથે પહેલી મુલાકાત લાસ વેગાસના એક નાઈટ ક્લબમાં થઈ હતી. ડેનિયલ સનીને જોઈ જ દિલ દઈ બેઠો. પરંતુ સની તેની એ વાતથી ઈમ્પ્રેસ થઈ કે ડેનિયલ પાસે ફોન નંબર હોવા છતાં તેણે તેને ઈમેઈલ મોકલ્યો હતો.
પોતાની પહેલી ડેટની વાત કરતા તેણે જણાવ્યું કે, તે પોતાની ડેટ પર એક કલાક મોડી પહોંચી હતી. જ્યારે તે પહોંચી તો બંને એકબીજા સાથે એટલા કમ્ફર્ટેબલ રહ્યા કે, ત્રણ કલાક સુધી વાત કરતા રહ્યા. આ દરમ્યાન તેમને પ્રેમનો અહેસાસ થવા લાગ્યો.
સનીએ જણાવ્યું કે, એડલ્ટ ફિલ્મમાં તેને બીજા કોઈ પુરૂષ સાથે કામ કરતા જોઈ ડેનિયલ થોડો અનકન્ફર્ટેબલ થતા હતા. એટલા માટે બંનેએ પોતાની કંપની શરૂ કરી અને સાથે કામ કરવાનું શરૂ કર્યું.
લાંબા સમય સુધી એકબીજાનો દરેક પગલે સાથ આપનારા ડેનિયલ અને સની આજે ત્રણ બાળકોના મમ્મી-પપ્પા છે. તેમની હેપ્પી ફેમિલી તસવીર હંમેશા સોશિયલ મીડિયા પર જોવા મળતી હોય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર