'ઢાઈ કિલો કે હાથ'થી બધાને ડરાવનાર સની દેઓલ ડરે છે આ વાતથી

મને યાદ છે જ્યારે અમે બાંદ્રામાં એક નાના ફ્લેટમાં રહેતા હતા, મોટાભાગના બાળકોની જેમ અમે પણ રોડ પર રમતા હતા. જેથી ટ્રાફિકના કારણે મા ને ખુબ ચિંતા રહેતી હતી.

મને યાદ છે જ્યારે અમે બાંદ્રામાં એક નાના ફ્લેટમાં રહેતા હતા, મોટાભાગના બાળકોની જેમ અમે પણ રોડ પર રમતા હતા. જેથી ટ્રાફિકના કારણે મા ને ખુબ ચિંતા રહેતી હતી.

  • Share this:
    સની પાજીનો 'ઢાઈ કીલોનો હાથ' તમને યાદ હશે. તેમનો 'તારીખ પે તારીખ'નો ડાયલોગ પણ ભૂલવો મુશ્કેલ છે. અને તે 'યારાઓ યારા'નો ડાંસ. સની દેઓલ પોતાના સમયના સુપર સ્ટાર રહ્યા. એક્શનથી લઈ રોમાંસ અને કોમેડી સુધી તેમણે એક્ટિંગના દરેક રોલ સારી રીતે નિભાવ્યા. જોકે, તેમની ઓળક બની ગુસ્સા અને એક્શન હીરો તરીકે. જે ખુબ શર્મીલા પણ છે. આ ગુસ્સા અને ઢિસૂમ-ઢિસૂમ કરવા વાળા હીરો પાછળ એક અલગ જ છોકરો છે, જે આજે પણ પોતાના પાપા સાથે વાત કરતા ડરે છે. જેને પોતાના પાપા સામે આંખમાં આંખ નાખીને વાત કરતા પણ ડર લાગે છે. સનીની આ વાત સાંભળી વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચુ છે.

    ગત વર્ષોમાં સની દેઓલે આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાત પોતે જ કરેલી છે. સનીએ કહ્યું કે, જ્યારે હું નાનો હતો, તો ડેડ સાથે ક્યારે પણ વાત કરતો ન હતો. જો મારે કઈ વસ્તુની જરૂરત હોય તો મમ્મીને કહેતો, અને તે મારી વાત પપ્પા સુધી પહોંચાડતી. આજે પણ એવો જ છું. આજે પણ હું પાપાની સામે ઉભો રહી તેમની સાથે ફેસ ટૂ ફેસ વાત નથી કરી શકતો. મારો દીકરો કરણ પણ એવો જ છે. તે પણ પોતાની બધી વાત તેની મમ્મીના માધ્યમથી મારી સુધી પહોંચાડે છે. અમે એજ રીતે સમ્માન અને મૂલ્યો સાથે મોટા થયા છીએ.

    પાપા ધર્મેન્દ્ર વિશે સનીએ જણાવ્યું કે, પાપા ખુબ સરસ છે, અને તેમણે અમને ક્યારે પણ કોઈ વાતની મનાઈ નથી કરી. બસ અમારે જે કરવું હોય તે મા ને જણાવવાનું થતું, અમે જે ઈચ્છીએ તે અમને મળી જતું. એક વયસ્ક અભિનેતા હોવાના કારણે પાપાએ ત્રણ શિફ્ટ કરવી પડતી હતી. અમારી પાછળ સમય ઓછો આપી શકતા હતા, પરંતુ તેની અમને ક્યારે પણ ફરિયાદ રહેતી ન હતી.

    જ્યારે મા વિશે સનીએ કહ્યું કે, હું માની ખુબ નજીક રહ્યો છું, કારણ કે તે એક એવી વ્યક્તિ હતી, જેની સાથે હું ખુલ્લા દિલથી વાત કરી શકતો હતો. મને યાદ છે જ્યારે અમે બાંદ્રામાં એક નાના ફ્લેટમાં રહેતા હતા, મોટાભાગના બાળકોની જેમ અમે પણ રોડ પર રમતા હતા. જેથી ટ્રાફિકના કારણે મા ને ખુબ ચિંતા રહેતી હતી. રોડ પર રમવાની અમને તે ના પાડતી હતી, પરંતુ બાકીના બાળકની જેમ અમે પણ તેની વાત સાંભળતા ન હતા. ક્યારેક મ્મીની ખુબ ડાંટ પણ પડતી. પરંતુ એ વાત પણ સાચી છે કે, મમ્મી જ્યારે ગુસ્સે થાય અને અમને મારે તો પણ મમ્મીનો ક્યારે પણ ડર લાગતો ન હતો. પરંતુ પાપા મારશે તે વાતથી ખુબ ડરી જતો. કારણ કે તેમના જેવો હાથ તે વખતે કોઈનો જોયો ન હતો.
    Published by:kiran mehta
    First published: