સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ

સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ
મનાલીના ફાર્મ હાઉસમાં રોકાયેલા સની દેઓલને હળવો તાવ અને ગળામાં દુખાવો થતાં કરાવ્યો કોરોના ટેસ્ટ, રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર ચાલુ

મનાલીના ફાર્મ હાઉસમાં રોકાયેલા સની દેઓલને હળવો તાવ અને ગળામાં દુખાવો થતાં કરાવ્યો કોરોના ટેસ્ટ, રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર ચાલુ

  • Share this:
    મુંબઈઃ બૉલિવૂડ (Bollywood) અભિનેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુરદાસપુર સાંસદ સની દેઓલ (Sunny Deol) કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના સ્વાસ્થ્ય સચિવે મંગળવારે સની દેઓલ કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. સની અંગત પ્રવાસ પર હિમાચલ પ્રદેશ ગયા છે, ત્યાં તેઓ થોડાક દિવસથી કુલ્લુ જિલ્લાના મનાલી (Manali)માં સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા છે. 64 વર્ષીય અભિનેતા સની દેઓલે હાલમાં મુંબઈ (Mumbai)માં પોતાના ખભાની સર્જરી કરાવી હતી. ત્યારબાદ થોડો સમય આરામ કરવા માટે મનાલીમાં પોતાના ફાર્મ હાઉસ પર આવ્યા હતા.

    મળતી જાણકારી મુજબ, 3 ડિસેમ્બરે સની દેઓલ અને તેમના દોસ્ત મુંબઈ માટે રવાના થવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ હળવો તાવ અને ગળામાં દુખાવો અનુભવાતા તેઓએ પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો. મળતી માહિતી મુજબ મંગળવારે તેમનો સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચીફ મેડિકલ ઓફિસર મંડી ડૉ. દેવેન્દ્ર શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે.












    View this post on Instagram






    A post shared by Sunny Deol (@iamsunnydeol)




    આ પણ જુઓ, Viral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ!

    આ પણ વાંચો, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

    સની દેઓલ અનેકવાર રજાઓ માણવા માટે હિમાચલ પ્રદેશ આવતા રહેતા હોય છે. તેઓ મનાલીની સુંદર પહાડીઓમાં પોતાની રજાઓને માણતા હોય છે. ખભાની સર્જરી બાદ તેઓ પરિવારની સાથે મનાલી આવ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા જ તેમનો પરિવાર ત્યાંથી પરત ફર્યો હતો. જોકે હવે બૉલિવૂડ અભિનેતા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એવામાં તેમને થોડાક દિવસ હજુ અહીં રોકાવું પડી શકે છે. મળતી માહિતી મુજબ હાલ તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 02, 2020, 07:37 am

    टॉप स्टोरीज