Home /News /entertainment /

ફરહાન અખ્તરની અપીલ, PMની સાથે આસારામની તસવીરો ન કરો શેર

ફરહાન અખ્તરની અપીલ, PMની સાથે આસારામની તસવીરો ન કરો શેર

    આસારામ રેપ કેસમાં જેધપુરની અદાલતે દોષિત ઠરાવ્યા બાદ અને ઉમ્રકેદની સજા સંભળાવ્યા બાદ બોલીવુડના બેબાક નિવેદનનો સિલસીલો શરૂ થઇ ગયો છે. અભિનેતા ફરહાન અખ્તર, રિચા ચૅઢા અને રાહુલ દેવેએ સોશિયલ મીડિયા દ્વારા આ કેસમાં તેની અપીલ લખી છે.

    ફરહાન અખ્તરે ટ્વીટ કરતા લોકોને અપીલ કરી છે કે તેઓ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અસારામના ફોટાઓ શેર ન કરે. ત્યા રાહુલ દેવેએ પીડિત પરિવારની સંવેદના વ્યક્ત કરી છે અને એક્ટ્રેસ રિચા ચૅઢાએ કડક શબ્દોમાં નિંદા કરી છે.

    ફરહાન અખ્તરે ટ્વીટી કરી લખ્યું છે કે અત્યારે આસારામને સગીરા સાથે બળાત્કારનો દોષી માનવામાં આવ્યો છે. ગુડ હવે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આસારામની તસવીરો શેર કરવાનું બંધ કરવું જોઇએ.



    અભિનેત્રી રીચા ચેઢાએ એક રિટ્વીટને કર્યુ છે કે હવે અમે તેને આરોપી ન કહીને એક બળાત્કારી કહી શકીએ.



    અભિનેતા રાહુલ દેવે લખ્યું હતું કે અચાનક જ ન્યાય થયો છે. આવા ઢોંગી બાબાઓ લોકોની લાગણીઓ સાથે મજાક કરે છે. ન્યાય સાથે લડનાર પરિવારને હું સલામ કરૂ છું

    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Farhan Akhtar, આસારામ, પીએમ મોદી

    આગામી સમાચાર