સુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો

News18 Gujarati
Updated: July 4, 2020, 11:52 PM IST
સુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો
સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહના નામ પર બનાવવામાં આવેલા ફેક ટ્વીટર એકાઉન્ટની પણ ચર્ચા કરવામાં આવી છે. હાલમાં જ સુશાંતના પિતાના નામે એક ટ્વીટર એકાઉન્ટ બની ગયું

  • Share this:
મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતના પરિવારે પોતાની તરફથી એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહના નામ પર બનાવવામાં આવેલા ફેક ટ્વીટર એકાઉન્ટની પણ ચર્ચા કરવામાં આવી છે. હાલમાં જ સુશાંતના પિતાના નામે એક ટ્વીટર એકાઉન્ટ બની ગયું હતું, જેમાં સુશાંત સંબંધિત તપાસ પર અનેક પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા હતા, અને માંગ કરવામાં આવી રહી હતી.

હવે સુશાંતના પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમના તરફથી આવુ કોઈ એકાઉન્ટ બનાવવામાં આવ્યું નથી. સાથે તેમણે લોકોને અપીલ કરી છે કે, આવી હરકતો કોઈ ના કરે, જેનાથી લોકોના દિમાગમાં કોઈ ભ્રમ પેદા થાય.

સાથે એ પણ કહ્યું કે, માત્ર અભિનેતાના 13માના દિવસે પરિવાર તરફથી એક અધિકારીક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં પરિવારને થયેલી ક્ષતી વિશે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદથી ક્યારે પણ પરિવારના કોઈ સભ્ય દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું, અને કોઈ મીડિયા હાઉસ સાથે પણ વાત નથી કરવામાં આવી. સાથે પરિવારે અમિનેતાના નામ પર એક ફાઉન્ડેશન બનાવવાની જાહેરાત કરી હતી. જેના દ્વારા પ્રતિભાશાળી યુવાનોને મદદ કરવામાં આવશે. આમાં ખાસ કરીને સુશાંતને જે ત્રણ ખાસ ક્ષેત્રમાં રસ હતો સિનેમા, સાયન્સ અને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા યુવાનોની મદદ કરવામાં આવશે.


હવે પરિવારે કહ્યું કે, સુશાંતનું બાળપણ જે ઘરમાં વીત્યું પટનાના રાજીવ નગર સ્થિત તે ઘરને મેમોરિયલમાં બદલી દેવામાં આવશે. અહીં તેની સાથે જોડાયેલી યાદોને સંભાળીને રાખવામાં આવશે. તેમાં તેના ફેન્સ અને તેના ચાહકોને આવવાની મંજૂરી હશે. પરિવારમાં સામાન્ય રીતે સુશાંતને ગુલશન કહી બોલાવવામાં આવતો હતો. તેમનો પરિવાર ઈચ્છે છે કે, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ તેની યાદો માટે ઓળખવામાં આવે.
First published: July 4, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading