બોલિવૂડ સ્ટાર્સ સાથે PMની સેલ્ફી થઈ ટ્રોલ, યૂઝરે સ્ટાર્સના કપાળે લખ્યું 'જય શ્રી રામ'

News18 Gujarati
Updated: January 11, 2019, 8:37 AM IST
બોલિવૂડ સ્ટાર્સ સાથે PMની સેલ્ફી થઈ ટ્રોલ, યૂઝરે સ્ટાર્સના કપાળે લખ્યું 'જય શ્રી રામ'
મોર્ફ કરેલી સેલ્ફી

સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સને આ તસવીર પસંદ પડી તો અમુક યુઝર્સે તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા.

  • Share this:
બોલિવૂડના યંગ સ્ટાર્સે ગુરુવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આ મુલાકાતની ગોઠવણ કરણ જોહરે કરી હતી. આ દરમિયાન બોલિવૂડના યંગ સ્ટાર્સે પીએમ મોદી સાથે એક સેલ્ફી પણ લીધી હતી. સોશિયલ મીડિયા પર અમુક યૂઝર્સને આ તસવીર પસંદ પડી તો અમુક યૂઝર્સે તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. એક યૂઝરે તો હદ પાર કરી નાખી હતી.

આ યૂઝરે સેલ્ફીમાં કરણ જોહર અને મોદીને છોડીને તમામના માથા પર 'જય શ્રી રામ'ની પટ્ટી લગાવી દીધી હતી અને તસવીર શેર કરી હતી. સાથે જ આ યૂઝરે લખ્યું હતું કે બોલિવૂડ સ્ટાર્સ વર્ષ 2019 માટે પીએમ મોદીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

પીએમ મોદી સાથે બોલિવૂડ સ્ટાર્સની આ સેલ્ફી પર કોમેન્ટ કરતા એક યૂઝરે સવાલ ઉઠાવતા લખ્યું કે બોલિવૂડના ખાન નજરે નથી પડી રહ્યા. એક યૂઝરે લખ્યું કે વિવેક ઓબેરોય ક્યાં છે? નોંધનીય છે કે વિવેક ઓબોરોય પીએમ મોદીની બાયોપિકમાં કામ કરવાનો છે.બીજી તરફ એક યૂઝરે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લાંબા સમય બાદ એક સાથે જોવાની વાત લખી હતી.

નોંધનીય છે કે રણવીરસિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલહોત્રા, આયુષ્માન ખુરાના, ભૂમિ પેંડેકર, રોહિત શેટ્ટી, કરણ જોહર, એકતા કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ ઉદ્યોગને થઈ રહેલી મુશ્કેલી અંગે તેમજ ટિકિટ પર જીએસટી ઘટાડવા અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर