સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરે નિધન, બૉલિવૂડે શોક પ્રગટ કર્યો, કલાકારોએ લખી ભાવુક પોસ્ટ

News18 Gujarati
Updated: July 3, 2020, 8:23 AM IST
સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરે નિધન, બૉલિવૂડે શોક પ્રગટ કર્યો, કલાકારોએ લખી ભાવુક પોસ્ટ
સરોજ ખાનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.

16મી જૂનથી સારવાર લઈ રહેલા સરોજ ખાનનું ગત રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું. ફિલ્મ જગત માટે 2020 આઘાત જનક

  • Share this:
મુંબઈ : બૉલિવૂડના (bollywood) જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું (Choreographer saroj khan) 71 વર્ષની ઉંમરે નિધન (Death of saroj khan)શ્વાસ લેવાની ફરિયાદ થતા 17મી જૂનથી બાંદ્રાની ગુરૂ નાનક હૉસ્પિટલમાં ભરતી હતા. રાત્રે 1.52 કલાકે કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું મોત. થોડા દિવસો પહેલાં જ તેમનો કોરોના વાયરસ (coronavirus)નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના નિધનથી બૉલિવૂડમાં શોકની લાગણી છવાઈ છે. અનેક મોટી ફિલ્મ અભિનેત્રીઓ જેમના ડાન્સ કેરિયર સરોજ ખાનના કારણેના આસમાન પર પહોંચ્યા તે ભાવુક થઈ હતી. બૉલિવૂડે સોશિયલ મીડિયા પર સરોજ ખાનને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.

ફિલ્મ અભિનેત્રી નિમરત કૌરે સરોજ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે 'સરોજજીના નામથી મારા જીવનમાં' કોરિયોગ્રાફર 'શબ્દ રજૂ થયો હતો. એક પ્રતિભાશાળી માણસ કે જેમણે તારાઓને અમર બનાવ્યા અને જેણે પોતાના આઇકોનિક કાર્યથી યુગની વ્યાખ્યા આપી. આ સમયે તેના પ્રિયજનોને હિંમત અને શક્તિ મળે. તેમના જેવો બીજો ક્યારેય નહીં આવે ... #RipsarojKhan #Legend '

એક સમયની વિખ્યાત અભિનેત્રી મનિષા કોઈરાલાએ લખ્યું કે 'મારા બાળપણથી જ હું ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સમાં ટ્રેઇન થઈ હતી. મને સરોજ ખાને ફિલ્મનો ડાન્સ શિખવાડ્યો હતો. મને તેનું સહેજ પણ નોલેજ નહોતું. #RIPSarojKhanઅક્ષય કુમારે લખ્યું કે 'સરોજ ખાનના નિધનના દુખદ સમાચાર સાથે આજનો દિવસ ઉગ્યો. તેમણે ડાન્સને સરળ બનાવી દીધો હતો. બીજું કોઈઇ તેમના જેટલું સરલતાથી ડાન્સ શીખવાડી શકતું નહીં. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. 
First published: July 3, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading