#Dabangg3Trailer: જબરદસ્ત એક્સનવાળો છે સલમાનખાનનો ચુલબુલ પાંડે અવતાર

News18 Gujarati
Updated: October 24, 2019, 9:45 AM IST
#Dabangg3Trailer: જબરદસ્ત એક્સનવાળો છે સલમાનખાનનો ચુલબુલ પાંડે અવતાર
દબંગ 3 ફિલ્મની તસવીર

આ ફિલ્મમાં એકવાર ફરીથી સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અને અરબાઝ ખાન નજરમાં આવશે. જ્યારે ફિલ્મમાં નવી એન્ટ્રીમાં મહેશ માંજરેકરની પુત્રી સઇ માંજરેકર દેખાશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડના (Bollywood) ભાઇજાન સલમાન ખાનની (Salman Khan) એ ફિલ્મ જેની તેમના ચાહકો અધીરાઈથી રાહ જોઇ રહ્યા હતા. છેવટે એ 'દબંગ 3'નું ટ્રેલર રિલિઝ થયું છે. સલમાન ખાને પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે પોતાની ફિલ્મ 'દબંગ-3'નું પ્રમોશન ચુલબુલ પાંડેના (chulbul pandey) અંદાજમાં જ કરશે.

આ ફિલ્મમાં એકવાર ફરીથી સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અને અરબાઝ ખાન નજરમાં આવશે. જ્યારે ફિલ્મમાં નવી એન્ટ્રીમાં મહેશ માંજરેકરની પુત્રી સઇ માંજરેકર દેખાશે. જે ફિલ્મમાં સલમાન ખાનની 'બેબી' બનેલી નજર આવશે.

ફિલ્મનું ટ્રેલર ખુબ જ દમદાર છે. સલમાન ખાન ચુલબુલ પાંડેના લુકમાં ખુબ જ શાનદાર દેખાય છે. જ્યારે ફિલ્મમાં સોનાક્ષી ફરીથી રજ્જો બને છે. સલમાન ખાન આ ફિલ્મમાં 'પોલીસ વાલા ગુંડા' (policewala gunda) બનેલા દેખાય છે. ફિલ્મમાં સલમાનની સાથે સઇ માંજરેકર રોમાન્સ કરતી નજરે પડી રહી છે. આ ટ્રેલરમાં તમને ઘણા બાધા દમદાર ડાયલૉગ પણ સાંભળવા મળશે.

આ પણ વાંચોઃ-ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

આ ફિલ્મનું નિર્દેશન પ્રભૂ દેવા કરી રહ્યા ચે. આ ફિલ્મમાં એકવાર ફરીથી સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) રજ્જોના પાત્રમાં દેખાશે. આ ઉપરાંત મહેશ માંજરેકરની (mahesh manjrekar) પુત્રી સઇ માંજરેકર (saiee manjrekar) પણ આ ફિલ્મથી બૉલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી ચે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલિઝ થશે.

આ પણ વાંચોઃ-#MalaikaAroraના જન્મદિવસ ઉપર KISS કરતા નજર આવ્યો બૉયફ્રેન્ડ અર્જુન કપૂરઆ પણ વાંચોઃ-Happy bday Malaika Arora: પાંચ ગીતોથી સાબિત થાય છે કે છૈયા છૈયા ગર્લ જેવી કોઇ નહીં

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને અરબાજ ખાનની પહેલી ફિલ્મો દબંગ અને દબંગ -2 પણ ફિલ્મ જગતમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. અને બોક્સ ઓફિસમાં પણ ભારે કમાણી કરી હતી. આ બંને ફિલ્મોને ચાહકોએ ખુબ જ આવકારી હતી.

First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर