Home /News /entertainment /SSR Case: રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત, રાત્રે ખાધું આ ભોજન

SSR Case: રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત, રાત્રે ખાધું આ ભોજન

રિયા ચક્રવર્તીએ આખી રાત બેચેનીમાં પસાર કરી, શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી છે રિયાની પડોશી

રિયા ચક્રવર્તીએ આખી રાત બેચેનીમાં પસાર કરી, શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી છે રિયાની પડોશી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case)માં ડ્રગ્સ કનેક્શન (Drug Connection) સામે આવ્યા બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની ધરપકડ કરી 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. એનસીબીએ બુધવારે રિયાને ભાયખલાની મહિલા જેલમાં શિફ્ટ કરી, અહીં રિયાએ આખી રાત બેચેનીમાં પસાર કરી. જે બેરેકમાં રિયાને શિફ્ટ કરવામાં આવી છે ત્યાં શીના બોરા હત્યાકાંડ મામલા (Sheena Bora Murder Case)માં આરોપી ઇન્દ્રાણી મુખર્જી (Indrani Mukerjea) પણ છે. રિયાનો સેલ ઈન્રાગ ણીના સેલની પાસે જ છે.

રિયા ચક્રવર્તી ની સુરક્ષાના કારણે જેલના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ સેલ રાખવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, આ સલ જેલના સર્કલ-1માં છે. સેલ એક લોકઅપ જેવો છે. ત્રણેય તરફ દિવાલ છે અને એક તરફ ગ્રિલ લાગેલી છે.

રિપોર્ટ્સ મુજબ, રિયાને પહેલા સામાન્ય બેરેકમાં મોકલવામાં આવી હતી, પરંતુ તેની સુરક્ષાને ધ્યાને લેતાં પોલીસ પ્રશાસને આ પગલું ઉઠાવ્યું. દિવસમાં લંચ બાદ રિયાએ ડિનર પણ જેલમાં જ કર્યું. તેણે રાત્રે બે રોટલી, ભાત, દાળ અને શાકભાજી ખાધી.

આ પણ વાંચો, 21 સપ્ટેમ્બરથી ખુલશે દેશભરની સ્કૂલો, આ 10 વાતોનું રાખવું પડશે ધ્યાન

બેરેકમાં કેદીને એક તકીયો, એક ચટાઈ, તેની પર પાથરવા માટે એક ચાદર અને ઓઢવા માટે એક ચાદર હોય છે. કેદીઓએ જાતે જ જમીન પર પોતાની પથારી કરવાની હોય છે.

આ પણ વાંચો, એક સમયે કંપનીમાં મેનેજરનો સંભાળતા હતા હોદ્દો, હવે શાકભાજી વેચવા લાચાર

બીજી તરફ, એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને બુધવારે મુંબઈની એક સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેની પર ગુરુવાર એટલે કે આજે સુનાવણી થવાની છે.
First published:

Tags: Entertainment, Rhea Chakraborty, Social media, Sushant singh rajput, મુંબઇ