Coronavirus : ફિલ્મ ઉદ્યોગના આ લોકોની હાલત ખરાબ, રવિવારથી અપાશે ફૂડ પેકેટ

News18 Gujarati
Updated: March 18, 2020, 11:23 AM IST
Coronavirus : ફિલ્મ ઉદ્યોગના આ લોકોની હાલત ખરાબ, રવિવારથી અપાશે ફૂડ પેકેટ
નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે એક વર્ચ્યુઅલ મીટિંગમાં આ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. લોકડાઉનમાં ઢીલ આપવાથી નિર્માતાઓને આશા છે કે તે જલ્દી જ પોતાના બંધ પડેલા કામને શરૂ કરી શકશે. અને ફિલ્મો અને શોની શૂટિંગ કરી શકશે. આ માટે જ તેમણે આ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ...

રવિવારથી આ વર્કર્સને ફૂડ પેકેટ આપવામાં આવશે.

  • Share this:
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ અને ગિલ્ડ પ્રોડ્યૂસર એસોસિયેશન દ્વારા મળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર રોજ મજૂરી કરતા વર્કર્સ માટે રેશન આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે 5000 ફૂડ પેકેટ્સ ઓર્ડર માટે આપવામાં આવ્યા છે. વર્કર્સને રેશન એટલે કે સીધુંસામન આપવાની પ્રક્રિયા રવિવારે શરૂ થશે. અને એક સપ્તાહ સુધી આ અભિયાનને ચાલુ રાખવામાં આવશે.

આ સંસ્થા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા પ્રોડ્યૂસર, ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર્સથી પણ મદદ માટે અપીલ કરી રહ્યું છે. રેશન આપવાની આ પ્રક્રિયા ફિલ્મિસ્તાન સ્ટૂડિયોથી શરૂ થશે. સાથે જ મેકર્સ અને પ્રોડ્યૂસર એસોશિયેશન સાથે તે વાત પર પણ ચર્ચા ચાલી રહી છે કે ડેલી વેઝર્સને દર રોજના હિસાબે પૈસા અપાય અને સેલરી પર કામ કરનાર લોકોને પૂરી સેલેરી આપવામાં આવે. જો કે અત્યાર સુધી ફેમસ પ્રોડક્શન કંપનીએ વકર્સને રેશન આપવાના આ અભિયાનમાં સૌથી પહેલો સહયોગ આપ્યો છે.

આ પહેલા આ વાત અંગે ટ્વિટર પર સુધીર મિશ્રા, અનુરાગ કશ્યપ અને અનુભવ સિંહા સમેત અનેક પ્રોડ્યૂસરે પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહત આપવા માટે ફંડ ભેગું કરવાની વાત પણ કહી હતી. તેવામાં જોવાનું તે રહેશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા પ્રોડ્યૂસર ફિલ્મ અને ટેલિવિઝનના દરરોજના હિસાબે કામ કરતા કામદારોને યોગ્ય મદદ પહોંચાડે છે કે કેમ?

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા પ્રકોપના કારણે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એડ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રકારના શૂટિંગને સરકાર દ્વારા બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વળી 19 માર્ચથી 31 માર્ચ સુધી ટીવી સિરીયલના શેટ પર શૂટિંગ બંધ કરવાનું ફરમાન પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કે આવું વધુ સમય ચાલતું રહ્યું તો ફિલ્મ સ્ટુડિયામાં રોજનું રોજ કમાણી કરતા મજૂરો મોટી મુશ્કેલીમાં મૂકાઇ જશે.
First published: March 18, 2020, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading