Home /News /entertainment /વિજય સેતુપુતિની ફિલ્મના સેટ પર સ્ટન્ટમેનનું નિધન, 20 ફૂટ ઉપરથી પડતા થયો અકસ્માત
વિજય સેતુપુતિની ફિલ્મના સેટ પર સ્ટન્ટમેનનું નિધન, 20 ફૂટ ઉપરથી પડતા થયો અકસ્માત
ફાઇલ ફોટો
સાઉથ ફિલ્મમા સેટ પર એક મોટો અકસ્માત થયો છે, ક્રેનના સહારે લટકેલા સ્ટન્ટમેન સુરેશનું દોરડું તૂટી ગયું હતું. તે આશરે 20 ફૂટની ઉંચાઈથી જમીન પર પડ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટન્ટમેનને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ડૉક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતાં. અકસ્માતમાં અમુક બીજા લોકો પણ ઘાયલ થયા હતાં.
નવી દિલ્હીઃ વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર માતમ છવાઈ ગયો છે, જ્યારે સ્ટન્ટમેન સુરેશ અકસ્માતનો શિકાર બન્યા. તેને બચાવી ના શકાયુ. 54 વર્ષના સ્ટન્ટમેનના નિધનથી સિનેમા જગતમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયુ છે. સુરેશે ફિલ્મના સેટ પર સ્ટન્ટ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દુઃખદ ઘટના ફિલ્મ 'વિદૂથલઈ'ના સેટ પર બની હતી. આ ફિલ્મને વેત્રિ મારન ડિરેક્ટ કરી રહ્યા હતાં. સેટને ટ્રેનના ભંગારથી તૈયાર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરેશને સીન અનુસાર કૂદવાવાળા સ્ટન્ટને પરફોર્મ કરવાનું હતું, જેના માટે તેને ક્રેનના સહારે દોરડા વડે બાંધવામાં આવ્યો હતો. પરંતુ, સ્ટન્ટ કરતા સમયે દોરડું અચાનક તૂટી ગયું હતું અને તે આશરે 20 ફૂટ ઉપરથી જમીન પર પડ્યો હતો.
ફિલ્મનો લીડ સ્ટન્ટ ડિરેક્ટરની હાજરીમાં સુરેશ તેના આસિસ્ટેન્ટ તરીકે કામ કરી રહ્યા હતાં. તે જ્યારે સ્ટન્ટ કરી રહ્યા હતાં, ત્યારે પોતાના સાથી કૉઑર્ડિનેટર્સની સાથે ત્યાં હાજર હતાં. સુરેશને જ્યારે દુર્ઘટના બાજ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા, તો ડૉક્ટર્સે તેમના નિધનની જાણકારી આપી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરેશ છેલ્લા 25 વર્ષથી સ્ટન્ટમેન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હતો. દુર્ઘટના બાદ, ફિલ્મની શૂટિંગ રોકી દેવામાં આવી હતી. જેમાં વિજય સેતુપતિની સાથે સૂરી લીડ રોલ નિભાવી રહ્યા હતાં. પોલીસ તમામ ઘટનાની તપાસમાં જોડાયેલી છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર