હવે 3 દિવસ પહેલા એટલે કે 24 માર્ચે રજૂ થશે અક્ષય કુમારની 'સૂર્યવંશી'

News18 Gujarati
Updated: February 24, 2020, 12:29 PM IST
હવે 3 દિવસ પહેલા એટલે કે 24 માર્ચે રજૂ થશે અક્ષય કુમારની 'સૂર્યવંશી'
સૂર્યવંશી

પહેલા આ ફિલ્મ ઇદ 2020 પર રીલિઝ થવાની હતી.

  • Share this:
બોલિવૂડ (Bollywood)ના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ની રાહ લાંબા સમયથી તેમના ફેન્સ જોઇ રહ્યા છે. પણ હવે આ ફિલ્મને લઇને એક સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મની રિલિઝ ડેટને ત્રણ દિવસ આગળ કરવામાં આવી છે. ફેન્સની બ્રેસબ્રીને દેખતા આ ફિલ્મને 27 માર્ચના બદલે 24 માર્ચ રજૂ કરવામાં આવશે.

અક્ષય કુમાર (Akshay Kumar) સમતે રણવીર સિંહ આનો એક નવો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આ ફિલ્મની નવી તારીખ એટલે કે 24 માર્ચ વિષે પણ જણાવવામાં આવ્યું છે.


ફિલ્મ રીલિઝની ડેટ ચેન્જનું કારણ 25 માર્ચની રજાને પણ માનવામાં આવી રહી છે. 25 માર્ચે ગુડી પડવા છે માટે 24 માર્ચ સાંજથી 24 કલાક સિનેમાઘરમાં આ ફિલ્મ બતાવવામાં આવશે આ ફિલ્મ 24 માર્ચના રીલિઝ થતા ફિલ્મના કલેક્શન પર સારી અસર થશે. મંગળવાર સાંજે 6 વાગે આ ફિલ્મનો પહેલો શો રજૂ કરવામાં આવશે.

પહેલા આ ફિલ્મ ઇદ 2020 પર રીલિઝ થવાની હતી. પણ સલમાન ખાન સાથે ક્લેશથી બતવા આ ફિલ્મને બે મહિના પહેલા 27 માર્ચ રજૂ કરવાની વાત કરી હતી. રોહિત શેટ્ટીની આ ફિલ્મ કોપ જોનરની નવી પ્રસ્તૃતિ હેઠળ છે. સિંઘમ ફેંચાઇઝીમાં અજય દેવગણ અને સિમ્બામાં રણવીર સિંહને પોલિસ ઓફિસરના રોલમાં રજૂ કર્યા પછી હવે અક્ષય કુમાર હવે આ રોલ નિભાવી રહ્યા છે. ત્યારે સિંઘમ અને સિમ્બાની જેમ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થશે તેમ લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેટરીના કૈફ છે.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर