Home /News /entertainment /

Sooryavanshi Box Office: અક્ષય-કેટરિનાની ધમાકેદાર એન્ટ્રી, પહેલા દિવસે કેટલી કમાણી કરશે 'સૂર્યવંશી'?

Sooryavanshi Box Office: અક્ષય-કેટરિનાની ધમાકેદાર એન્ટ્રી, પહેલા દિવસે કેટલી કમાણી કરશે 'સૂર્યવંશી'?

પહેલા દિવસે કેટલી કમાણી કરશે 'સૂર્યવંશી'?

વિશ્વભરમાં આ ફિલ્મ 5200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. અક્ષય કુમાર-કેટરિના કૈફના ચાહકો આ ફિલ્મની 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે દિવાળીના બીજા દિવસે એટલે કે આજે રિલીઝ થઈ છે

    Sooryavanshi Box Office Prediction: અક્ષય કુમાર (Akshay Kumar), કેટરિના કૈફ (Katrina Kaif), રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગન (Ajay Devgan) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi) રિલીઝ થઈ ગઈ છે. જે હવે મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. વિશ્વભરમાં આ ફિલ્મ 5200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. અક્ષય કુમાર-કેટરિના કૈફના ચાહકો આ ફિલ્મની 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે દિવાળીના બીજા દિવસે એટલે કે આજે રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે, આ ફિલ્મ ઘણો નફો કમાઈ શકે છે. તેનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સ અને દર્શકો રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

    ખાસ વાત એ છે કે, 'સૂર્યવંશી'ને 100 ટકા સીટીંગ મળી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને દિવાળીની રજા અને પછી વીકએન્ડનો લાભ પણ મળી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'ના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને પોતાનો અંદાજ જાહેર કરી દીધો છે. તરણ આદર્શનું માનવું છે કે, ફિલ્મ પહેલા દિવસે 15 થી 35 કરોડની કમાણી કરી શકે છે.

    દેશમાં કોરોના વાયરસના દસ્તક પછી, આ પહેલી મોટી ફિલ્મ છે, જે આટલા મોટા પાયે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં દર્શકો પણ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દેશમાં જ નહીં, વિદેશમાં પણ અક્ષય કુમારની ફિલ્મ ધૂમ મચાવવા માટે તૈયાર છે.



    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'સૂર્યવંશી'ને વિદેશમાં 1250 સ્ક્રીન્સ મળી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે, આ ફિલ્મ દર્શકો પર કોઈ છાપ છોડવામાં સફળ થાય છે કે નહીં. દરેકની નજર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું બતાવે છે અને કેટલી કમાણી કરે છે તેના પર પણ છે.








    View this post on Instagram






    A post shared by Akshay Kumar (@akshaykumar)






    આ પણ વાંચોશા માટે બપ્પી લહેરી આટલું સોનું પહેરે છે? તેમનું વજન અને કિંમત જાણો

    તમને જણાવી દઈએ કે, મોટા પડદા પર રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ સારા અલી ખાન અને રણવીર સિંહ સ્ટારર 'સિમ્બા' હતી. જે 2018માં રિલીઝ થઈ હતી. સિમ્બાના ક્લાઈમેક્સમાં, એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સૂર્યવંશી' હશે. જેમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ સિવાય 'સિંઘમ' અજય દેવગન અને 'સિમ્બા' રણવીર સિંહ પણ હશે. એટલે કે સૂર્યવંશીમાં અક્ષય કુમાર અજય દેવગન અને રણવીર સિંહ સાથે ધમાકેદાર અંદાજમાં જોવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Akshay Kumar News, Box Office, Box office Collection, Katrina kaif, New Movie, Sooryavanshi

    આગામી સમાચાર