BOX OFFICE પર અક્ષય કુમારનો દબદબો યથાવત, જાણો 'સૂર્યવંશી'એ 8 દિવસમાં કેટલી કમાણી કરી
BOX OFFICE પર અક્ષય કુમારનો દબદબો યથાવત, જાણો 'સૂર્યવંશી'એ 8 દિવસમાં કેટલી કમાણી કરી
સૂર્યવંશી બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 8
ફિલ્મને 100 કરોડ ક્લબમાં સામેલ કર્યા બાદ મેકર્સે હવે ફિલ્મને OTT તરફ લઈ જવાનું મન બનાવી લીધું છે. અહેવાલ છે કે, નિર્માતાઓએ ફિલ્મની OTT રિલીઝ માટે Netflix સાથે હાથ મિલાવ્યા છે.
નવી દિલ્હી : જ્યારે કોરોના વાયરસના કારણે દેશભરમાં બંધ પડેલા સિનેમાઘરો શરૂ થવાના સમાચાર સામે આવ્યા ત્યારે ઘણા લોકોનું માનવું હતું કે, થિયેટરોને પાટા પર આવવામાં સમય લાગશે, પરંતુ અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ ' સૂર્યવંશી (Sooryavanshi)એ આ વાત ખોટી સાબિત કરી. હા, બોક્સ ઓફિસ (BOX OFFICE)ના આંકડા કહી રહ્યા છે કે, સિનેમાપ્રેમી દર્શકો માત્ર એ જ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે થિયેટર ખુલશે અને સારી ફિલ્મો મોટા પડદા પર બતાવવામાં આવે.
રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' બોક્સ ઓફિસ (Sooryavanshi Box Office) પર સારું પ્રદર્શન કરી રહી છે. કોરોનાને કારણે આ ફિલ્મ લાંબા સમય સુધી રિલીઝ થઈ શકી ન હતી અને આખરે આ ફિલ્મ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના પહેલા જ દિવસથી 'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને જોતા જ ફિલ્મ કમાણીના મામલે 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.
તો, આ ફિલ્મે તેની રિલીઝના આઠમા દિવસે પણ પૈસાનો વરસાદ કર્યો હતો. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તરણ આદર્શ અનુસાર, 'સૂર્યવંશી'એ આઠમા દિવસે કુલ 6.83 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ સાથે જ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 127.49 કરોડ થઈ ગયું છે. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ રોહિત શેટ્ટીની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મને 100 કરોડ ક્લબમાં સામેલ કર્યા બાદ મેકર્સે હવે ફિલ્મને OTT તરફ લઈ જવાનું મન બનાવી લીધું છે. અહેવાલ છે કે, નિર્માતાઓએ ફિલ્મની OTT રિલીઝ માટે Netflix સાથે હાથ મિલાવ્યા છે.
નિર્માતાઓએ 'સૂર્યવંશી'ની OTT રિલીઝ માટે નેટફ્લિક્સ સાથે મજબૂત સોદો કર્યો છે. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' નેટફ્લિક્સે 100 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. અહેવાલ છે કે અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ 'સૂર્યવંશી' 4 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. ટૂંક સમયમાં નિર્માતાઓ OTT રિલીઝની પણ જાહેરાત કરી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર