'મારા પતિ સાથે એક પળ હવે હું નથી રહી શકતી' સોનુ સુદથી મહિલાએ માંગી મદદ

સોનુ સૂદ

 • Share this:
  એક્ટર સોનુ સૂદ (Sonu Sood) હાલ અનેક લોકોના મસીહા બનીને સામે આવ્યા છે. લોકડાઉન (Lockdown) વચ્ચે જ્યાં અનેક પ્રવાસી મજૂરો અને કામદારોને તેણે ઘરે પહોંચાડ્યા છે. તેવામાં સોનુ સૂદના આ કામને બોલિવૂડ અને બોલિવૂડ બહાર પણ ભરપેટ વખાણ થઇ રહ્યા છે. જો કે જ્યાં અનેક લોકો ટ્વિટર પર સોનુની મદદ માંગી રહ્યા છે ત્યાં જ સોનુ સૂદને કેટલીક અજીબો ગરીબ રિકવેસ્ટ પણ આવી રહી છે. એટલું જ નહીં સોનું આ તમામ વાતોના રસપ્રદ જવાબ પણ આપી રહ્યા છે. એક મહિલાએ કહ્યું કે સોનુ હું મારા પતિથી એટલી કંટાળી ગઇ છું કે તેની જોડે એક પળ રહેવા નથી માંગતી. તો તેતના જવાબમાં સોનુ સૂદને રસપ્રદ જવાબ આપ્યો.
  એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે જનતા કર્ફ્યૂથી લઇને લોકડાઉન 4 સુધી હું મારા પતિ સાથે રહી છું. શું મને મારી માના ઘરે છોડી શકો છો. કારણ કે હવે હું એક ક્ષણ પણ તેની સાથે રહેવા નથી માંગતી. તો સોનુ સૂદે જવાબમાં લખ્યું મારી પાસે વધુ સારો પ્લાન છે. તમને બંનેને ગોવા મોકલી દઉં...કેવું રહેશે?

  જો કે તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલી અજીબ રિકવેસ્ટ નથી. સોનુ પાસે આ પહેલા પણ સમય સમય પર યુઝર્સ અનેક પ્રકારની રોચક રિકવેસ્ટ મોકલતા રહે છે. જેનો સોનુ પણ મસ્ત મજાનો જવાબ આપે છે. એક મહિલાએ સોનુને લોકડાઉનમાં પાર્લર છોડવાની રિકવેસ્ટ કરી તો બીજા એક યુવકે તેને પોતાની ગર્લફ્રેન્ડ સુધી મોકલવાની વાત કરી છે.
  ઉલ્લેખનીય છે કે જ્યાં અનેક સેલેબ્રિટીએ તપતી ગરમીમાં સતત ચાલી રહેલા પ્રવાસીઓને જોઇને દુખ વ્યક્ત કર્યું છે ત્યાં જ સોનુ સૂદે તેવી વ્યવસ્થા ઊભી કરી છે કે આ લોકોને ચાલીને ત્યાં જવું ના પડે. સોનુએ હાલમાં જ ન્યૂઝ એજન્સી ભાષામાં આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેણે પ્રવાસી મજૂરો માટે ટોલફ્રી નંબર 18001213711 લોન્ચ કર્યો છે. જે દ્વારા કોઇ પણ વ્યક્તિ સોનુની ટીમનો સંપર્ક કરી શકે છે.

  સોનુ કહે છે કે મને દર રોજ હજારો ફોન આવે છે. મારા પરિવારના લોકો અને મિત્રો તેમની પાસેથી ડિટેલ લે છે. અને પણ તેમ છતાં લાગ્યું કે કોઇ કમી રહી જાય છે. માટે મેં કોલ સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો. સોનુ કહે છે કે લોકડાઉન પછીથી જ તે જરૂરિયાતમંદો માટે ભોજન આપવાનું કામ કરતા હતા. ભોજન અને કરિયાણું આપવાનું આ કામ 500 લોકોથી શરૂ કર્યું આજે આંકડો 45,000 સુધી પહોંચ્યો છે. તેમાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો પણ છે. અને રસ્તામાં ફસાયેલા શ્રમિકો પણ.
  Published by:Chaitali Shukla
  First published: