સોનૂ સૂદ પાસે મદદ માંગનારા ટ્વિટ અચાનક થઈ રહ્યા છે ડિલીટ! જાણો શું છે કારણ

સોનૂ સૂદ પાસે મદદ માંગનારા ટ્વિટ અચાનક થઈ રહ્યા છે ડિલીટ! જાણો શું છે કારણ
અભિનેતા સોનૂ સૂદ લૉકડાઉન દરમિયાન કામકાજ ન મળવાથી પરેશાન પ્રવાસી શ્રમિકોને તેને ઘર મોકલવાનું સતત કામ કરી રહ્યા છે

અભિનેતા સોનૂ સૂદ લૉકડાઉન દરમિયાન કામકાજ ન મળવાથી પરેશાન પ્રવાસી શ્રમિકોને તેને ઘર મોકલવાનું સતત કામ કરી રહ્યા છે

 • Share this:
  મુંબઈઃ એક તરફ સોનૂ સૂદ (Sonu Sood) લૉકડાઉનના કારણે કામકાજ ન મળવાથી પરેશાન શ્રમિકોને ઘરે મોકલવાને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે મુલાકાત કરી રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રીવેન્દ્ર રાવત, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેના કામના વખાણ કર્યા છે. પરંતુ બીજી તરફ તેના કામમાં ખામીઓ કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. તેની શરૂઆત પણ ટ્વિટરના માધ્યમથી જ થઈ છે.

  નોંધનીય છે કે, સોનૂ સૂદના કામના વખાણ અને તેના વિશે વધુ જાણકારી ટ્વિટરના માધ્યમથી થઈ હતી. શરૂઆતમાં ટ્વિટર પર માંગવામાં આવેલી મદદમાં સોનૂ સૂદના જવાબે તેને પ્રચલિત કર્યો જે હૃદયને સ્પર્શનારો હતો. પરંતુ હવે એક પૂર્વ પત્રકારે દાવો કર્યો છે કે સોનૂ સૂદ જે ટ્વિટનો જવાબ આપીને પ્રચલિત થયો તે ટ્વિટ ઝડપથી ડિલીટ થઈ રહ્યું છે. પત્રકારે એ વાતનો અંદેશો વ્યક્ત કર્યો કે આ ટ્વિટ્સ માત્ર ટ્વિટ્સ નથી. એટલે કે તેની પાછળ કોઈ અસલી શખ્સ નથી.
  આ પણ વાંચો, કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ

  જોકે, તેમાં ઘણા ટ્વિટ્સ એવા પણ રહ્યા છે, જેમાં લોકોએ પોતાની તસવીરોની સાથે ટ્વિટ કરી હતી. પરંતુ એ પણ ચોંકાવનારી વાત છે કે જે લોકોએ ટ્વિટ દ્વારા સોનૂ પાસે મદદ માંગી. સોનૂએ તેની મદદ પણ કરી. ત્યારબાદ બંનેની ટ્વિટર પર વાતચીત થઈ. ત્યારબાદ અચાનક એ લોકોએ પોતાના ટ્વિટ કેમ કરી દીધા. તેને લઈને એક લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

  હવે સોનૂ સૂદે આ મુદ્દે ટ્વિટ કરી ચિંતા વ્યક્ત કરી છે કે કેટલાક એવા ટ્વિટ્સ તેની નજરમાં પણ આવ્યા છે જે માત્ર ટ્વિટ કરવા માટેના ઉદ્દેશ્યથી ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. તેમાં જરૂરિયાતવાળા લોકો નથી.

  તેને લઈને સોનૂએ ટ્વિટ કર્યું કે, કૃપા કરી જરૂરિયાતવાળા જ વિનંતી કરી. મેં જોયું છે કે ઘણા લોકો ટ્વિટ કરીને ડિલીટ કરી રહ્યા છે જે તેનો ખોટો લક્ષ્ય સાબિત કરે છે. તેનાથી ઘણા જરૂરિયાતવાળા પ્રવાસીઓ સુધી પહોંચવામાં અમને મુશ્કેલી થશે. વિશ્વાસના સંકલનમાં અડચણ ઊભી ન કરો.


  સોનનું આ ટ્વિટ ઠીક તે આરોપો બાદ આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંતે કેમ આ પ્રકારે ડિલીટ થઈ રહ્યા છે? અપને યાદ હશે કે સોનૂ સૂદથી એક શખ્સે કહ્યું હતું કે તે પોતાના ઘરમાં ફસાયેલા છે અને તેમને મદદ કરે. સોનૂ સૂદે તેનો જવાબ પણ આપ્યો હતો. પરંતુ હવે આ પ્રકારના ટ્વિટથી તેઓ પોતે પરેશાન છે.

  આ પણ વાંચો, આ 30 દેશોમાં કોરોનાથી નથી થયું એક પણ મોત, ભારતનો એક પડોશી દેશ પણ સામેલ

   
  Published by:News18 Gujarati
  First published:June 08, 2020, 08:27 am

  ટૉપ ન્યૂઝ