Home /News /entertainment /સોનૂ નિગમના પિતાના ઘરમાંથી 70 લાખની ચોરી, સિંગરને સમાચાર મળતાં જ પોલીસ ફરિયાદ કરી, તપાસ ચાલુ

સોનૂ નિગમના પિતાના ઘરમાંથી 70 લાખની ચોરી, સિંગરને સમાચાર મળતાં જ પોલીસ ફરિયાદ કરી, તપાસ ચાલુ

સોનૂ નિગમ અને તેના પિતા અગમ નિગમ - ફાઇલ તસવીર

બોલિવૂડ સિંગર સોનૂ નિગમ તેમના નિવેદનોને લઈને ઘણીવાર મીડિયામાં છવાયેલા રહે છે. ત્યારે ફરી એકવાર તેઓ મીડિયાની હેડલાઇન્સમાં આવી ગયા છે. આ વખતે નિવેદનને લઈને નહીં પરંતુ તેમના પિતાના ઘરે ચોરીની ઘટના બની છે. સોનૂ નિગમના પિતા અગમ નિગમના ઘરેથી 70 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ત્યારે આ મામલે મુંબઈના ઓશિવારા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ ફરિયાદને આધારે તપાસ શરૂ કરી દીધી છે.

વધુ જુઓ ...
મુંબઈઃ બોલિવૂડ સિંગર સોનૂ નિગમના પિતા અગમ નિગમના ઘરેથી 70 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ત્યારે ચોરીની ઘટના બાદ હડકંપ મચી ગયો છે. સોનૂ નિગમના પિતા અગમ નિગમે મુંબઈ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે મુંબઈના ઓશિવારા પોલીસ ચોકીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોનૂ નિગમના પિતાના ઘરમાં કામ કરી રહેલા એક નોકર પર શંકા છે. જેને લઈને પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોનૂ નિગમના પિતાના ઘરે કામ કરતા એક નોકર પર શંકા છે. જેને લીને પોલીસે નોકરની તપાસ ચાલુ કરી છે. જો કે, તેને લઈને હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે, સોનૂ નિગમ તેમના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા રહે છે.

સોનૂ નિગમના પિતાના ઘરે ચોરી થયા બાદ હોબાળો મચી ગયો છે. પોલીસે પણ આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી દીધી છે. ત્યારે હજુ સુધી ચોરી મામલે કોઈ જાણકારી મળી નથી. પરંતુ પોલીસે બારીકાઈથી આ મામલે તપાસ હાથ ધરી છે. સોનૂ નિગમના પિતા પણ મુંબઈમાં રહે છે.


સોનૂ નિગમ પિતાથી ખૂબ નજીક


ઉલ્લેખનીય છે કે, સોનૂ નિગમ તેમના પિતાથી ખૂબ નજીક છે. સોનૂ નિગમે તેની સફળતાને શ્રેય પિતાને આપ્યો છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં સોનૂ નિગમે સ્ટ્રગલિંગ સમયના કિસ્સા શેર કર્યા હતા. તેમાં સોનૂ નિગમે કહ્યુ હતુ કે, ‘હું આજે જે કંઈ છું તે પિતાના કારણે છું.’ સોનૂ નિગમના પિતા પણ સંગીતમાં રસ ધરાવે છે. જો કે, તેઓ તેમના સમયમાં સોનૂ નિગમ જેવા મોટા સંગીતકાર નથી બની શક્યા, પરંતુ તેમણે દીકરા સોનૂ નિગમને ચોક્કસ મોટો સિંગર બનાવ્યો છે.
First published:

Tags: Bollywood News in Gujarati, Sonu Nigam

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો