સોનમ કપૂરના ઘરે ચાલી રહી છે લગ્નની તૈયારીઓ, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: April 29, 2018, 2:03 PM IST
સોનમ કપૂરના ઘરે ચાલી રહી છે લગ્નની તૈયારીઓ, વીડિયો થયો વાયરલ

  • Share this:
સોનમ કપૂરની લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં જ અનિલ કપૂરના ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. આ ચિત્રોમાં અનિલ કપૂરનો બંગલો રોશનીથી શણગારાયેલો નજર આવી રહ્યો છે. સોનમના લગ્નની તૈયારીઓથી જોડાયેલ આ તસવીરોને લઇને વિડિયો સુધી તમામ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

તાજેતરમાં જ લગ્નની તૈયારીઓ સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો જેમાં સોનમની માતા સુનિતા કપૂર તેના ઘરની બહાર ઉભી છે. અને બંગ્લાની સજાવટને લઇને કેટલીક સલાહ આપી રહી છે. આ વચ્ચે અનિલ કપૂરના ઘરે મહેમાનોનું આવવા-જવાનું પણ જોવા મળી રહ્યુ છે. કરણ જૌહર અને સોનમ કપૂરની કાઝિન મોહિત મારવાહને અનીલ કપૂરના ઘરે જતા જોવા મળી. સોનમનો ભાઈ હર્ષવર્ધન કપૂર પણ મહેમાનોનું સ્વાગત કરતો નજર આવ્યો.

આપને જણાવી દઇએ કે સોનમ કપૂર બિઝનેશમેન આનંદ અહુજા સાથે લગ્નના સંબંધમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોનમ કપૂર અને આનંદ અહુઝાના લગ્ન 8 મી મે યોજાશે.કહેવામાં આવી રહ્યુ છે કે સોનમના લગ્ન તેમના નાનીના ઘરે યોજાશે. સોનમના નાનીનું ઘર શાહરૂખ ખાનના બંગલા મન્નતની પાસે છે. લગ્નની મહેંદી અને સંગીત જેવી કંઈક રસમ બૅકવેટ હોલમાં હશે.રિપોર્ટનું માનીએ તો તાજેતરમાં જ સોનમ કપૂરે એક બૅન્કવેટ હૉલની બિલ્ડિંગ ખરીદ્યી હતી. ત્યા સોનમ અને આનંદની રીસેપ્શન પાર્ટી મુંબઇમાં કોઇ ફાઇવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવશે.
First published: April 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading