Home /News /entertainment /

ઘોડાને બચાવવા જતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ સોનમ કપૂર

ઘોડાને બચાવવા જતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ સોનમ કપૂર

સોનમ કપૂર અને પાયલ

"તું માંસ ખાય છે. તે પણ પ્રાણીની હત્યા કરીને તૈયાર કરવામાં આવે છે." : પાયલ

    એક્ટ્રેસ સોનમ કપૂરે (Sonam Kapoor) હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પેટા (Peta)ની એક પોસ્ટ રી ટ્વિટ કરી. જેમાં તેણે જણાવ્યું કે કે તેના પતિ જાનમાં ઘોડા પર બેસીને નહતા આવ્યા. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે લગ્નની જાન લઇ જવા માટે જે ઘોડાનો ઉપયોગ થાય છે તેને અનેક રીતે ટ્રોચર કરવામાં આવે છે. યોગ્ય ખોરાક અને પાણી પણ નથી આપવામાં આવતું. જો કે સોનમની આ રી ટ્વિટ પર સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. અને હવે આ ટ્રોલિંગમાં દેશ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતી અભિનેત્રી પાયલ રોહગની પણ જોડાઇ છે. તેમણે પોતાના ટ્વિટર પર સોનમ કપૂરને આ મામલે સંભળાયું છે.

    પાયલ રોહતગીએ ટ્વિટ કરીને કહ્યું કે "રામ રામ જી,તું માંસ ખાય છે. તે પણ પ્રાણીની હત્યા કરીને તૈયાર કરવામાં આવે છે. તે શાકાહારી નથી. આશા છે કે તને જલ્દી બુદ્ધિ આપશે." આ ટ્વિટ સાથે પાયલે #LiberalismIsAMentalDisease #SonamKapoorisDUMB #PayalRohatgi જેવા હેશટેગ પણ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી સોનમ કપૂરે પેટાની ટ્વિટને રીટ્વીટ કરી છે ત્યારથી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કોઇ લોકોએ તેને ડ્રામા કહ્યું છે તો કોઇ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કરવા પર પણ સવાલ ઉઠાવ્યો છે. વળી કેટલાક લગ્નના મેન્યૂ પર પણ સવાલ કર્યો છે.




    તો બીજી તરફ સોનમ કપૂરના આ વિચારને કેટલાક લોકોએ આવકાર્યો પણ છે. ઉલ્લેખનીય છે કે પેટામાં જે વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં લગ્નની જાનમાં લઇ જવામાં આવતા ઘોડાની દયનીય સ્થિતિ વિષે જણાવવામાં આવ્યું છે. જે ખરેખરમાં કષ્ટદાયક છે. જે રીતે આ ઘોડાઓની યોગ્ય જાણવણી નથી રાખવામાં આવતી અને કલાકો સુધી તેમનાથી કામ લેવામાં આવે છે તે ખરેખરમાં દુખદાય છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Sonam kapoor, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन