શું અનિલ કપૂર નાના બનવાના છે? સોનમ કપૂરના આ Photosમાં દેખાયો બેબી બંપ?

News18 Gujarati
Updated: March 21, 2020, 12:55 PM IST
શું અનિલ કપૂર નાના બનવાના છે? સોનમ કપૂરના આ Photosમાં દેખાયો બેબી બંપ?
સોનમ કપૂર

સોનમ કપૂરની આ તસવીરોમાં બેબી બંપ દેખાય છે.

  • Share this:
અનૂલ કપૂરની દીકરી (Anil Kapoor) અને બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં જ લંડનથી સ્વદેશ પાછી ફરી છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે તે પતિ સાથે હોમ ક્વારંટાઇન સમય વ્યતિત કરી રહી છે. ત્યારે આ વચ્ચે સોનમ કપૂરને લઇને એક જબરદસ્ત ખબર વાયરલ થઇ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં સોનમ કપૂર ગર્ભવતી (Sonam Kapoor Pregnant) હોવાનો દાવો કરી રહી છે. અને આ દાવા સાથે તેમણે કેટલાક ફોટો પણ મૂકી બેબી બંપ દેખાયો હોવાનો દાવો કર્યો છે. જો કે સોનમ કપૂરે તેની પ્રેગ્નેસીને લઇને કોઇ જાહેરાત નથી કરી. અને અમે પણ આ ખબરની કોઇ પુષ્ટી નથી કરતા.

પણ સોનમ કપૂરને લઇને સોશિયલ મીડિયામાં અનેક રીતની વાતો થઇ રહી છે. સ્પોર્ટબોયની એક રિપોર્ટમાં કેટલીક તસવીરોમાં સોનમ કપૂરનો બેબી બંપ દેખાયો હોવાની વાત છે. આ રિપોર્ટમાં સોનમ કપૂર એક સફેદ નાઇટ વેરમાં નજરે પડી રહી છે. અને ઢીલા આઉટફીટમાં સોનમ કપૂર પ્રેગ્નેટ હોવાનો વાત કહેવાઇ રહી છે. તમે પણ જુઓ આ તસવીર.
સોનમ કપૂર


આ તસવીર તે વીડિયોની છે જ્યારે સોનમ કપૂર પોતાના દિલ્હી વાળા ઘરમાં હોમ ક્વારટાઇન ટાઇમ હેઠળ આઇશોલેશનમાં હતી. અને તે રૂમની બારીમાંથી તેની સાસુ જે નીચે ઊભી છે તેની જોડે વાત કરી રહી હતી. સ્પોર્ટબોયના રિપોર્ટમાં સોનમ કપૂર આ વીડિયો અને તસવીરના આધારા તેના પ્રેગ્નેટ હોવાની આશંકા સેવી રહ્યું છે. બીજી તરફ સોનમ હાલ ખાસા ટાઇમથી સોશિયલ મીડિયા અને ઇવેન્ટમાં પર લો પ્રોફાઇલ રહે છે. અને લાઇમ લાઇટથી પણ દૂર રહે છે. વળી તેણે હમણાં કેટલાક એવોર્ડ ફંકશન પણ મિસ કર્યા છે.

ત્યારે જો આ સમાચારોને સાચા માનીએ તો બહુ જલ્દી જ અનિલ કપૂર નાના બની શકે છે. અને કપૂર અને અહૂઝા ફેમિલીમાં નવા મહેમાન આવવાની ખુશી ફેલાઇ શકે છે. કામની વાત કરીએ તો સોનમ છેલ્લે વીર દી વેડિંગમાં નજરે પડી હતી.
First published: March 21, 2020, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading