India પાછા ફરતા જ સોનમ કપૂરે ટેસ્ટ કરાવ્યા બાદ પતિ સાથે આ કારણે રૂમમાં થઇ બંધ

India પાછા ફરતા જ સોનમ કપૂરે ટેસ્ટ કરાવ્યા બાદ પતિ સાથે આ કારણે રૂમમાં થઇ બંધ
સોનમ કપૂર

સોનમ કપૂરે વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી.

  • Share this:
    સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં જ પોતાના પતિ આનંદ અહૂજા (Anand Ahuja) સાથે લંડનથી પાછી સ્વદેશ ફરી છે. યાત્રા પછી સોનમે પોતાના પતિ સાથે ટેસ્ટ કરાવ્યો હતો. અને હવે દિલ્હીવાળા પોતાના ઘરમાં તેને પોતાની જાતને રૂમમાં બંધ કરી છે. જે પાછળ કોરોના વાયરસને લઇને સતર્કતા અને ડોક્ટરોનું સૂચન જવાબદાર માનવામાં આવે છે. આ અંગે સોનમ કપૂરે જ ખુલાસો આપ્યો છે. સોનમ અને તેના પતિએ સેલ્ફ ક્વારંટાઇન (પોતાને લોકોથી દૂર રાખવા) (Self quarantine) કર્યું છે. સોનમ કપૂરે આ અંગે પોતાની પૂરી વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે.

    સોનમે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે એરપોર્ટ પર તેમની તપાસ કરવામાં આવી. અને ઘરે પહોંચતા જ તેમણે પોતાના સાસરીના ઘર પોતાને રૂમમાં બંધ કર્યા છે. સોનમે કહ્યું કે "આનંદ અને હું દિલ્હી પાછા આવી ગયા છીએ. અમે પોતાને એક રૂમમાં બંધ કર્યા છે. હું એરપોર્ટના તમામ લોકોના આભારી છું જેમણે પેનિક થયા વગર અમારી તપાસ કરી. બધુ સારું છે અમે હેરાન છીએ કે લંડન એરપોર્ટ પર તો આવી કોઇ જ તપાસ નહતી કરવામાં આવી!"



    વધુમાં સોનમે કહ્યું કે ભારત પહોંચતા જ અમને ઇમિગ્રેશન પહેલા એક ફોર્મ ભરવાનું હતું. જેમાં અમે ગત 25 દિવસમાં ક્યાં યાત્રા કરી તે જણાવાનું હતું. ભાગ્યવશ અમે તેવા કોઇ દેશ નહતા ગયા જ્યાં આ વાયરસ વધુ ફેલાયેલો હોય. અમે તેમને સંપૂર્ણ જાણકારી આપી. તેમણે અમારા શરીરનું તાપમાન તપાસ્યું. અમે બિલકુલ ઠીક છીએ પણ અહીં જે રીતે આપણા અધિકારીઓ તમામ પરિસ્થિતિથી ફરજ બજાવી તેના વખાણ કરવા માંગીશ.

    વધુમાં સોનમે કહ્યું કે આપણી સરકાર ખરેખરમાં સારું કામ કરી રહી છે. અને ઘરે પરત ફરીને સારું લાગે છે. હું અને આનંદ ઠીક છીએ પણ ઘરે અમે દાદી અને અમારા માતા પિતા સાથે છીએ તેમના માટે અમે પોતાને સેલ્ફ ક્વારંટાઇનમાં રહી રહ્યા છીએ. જેથી આપણે આને ફેલાતો રોકી શકીએ.
    તમને જણાવી દઇએ કે સોનમ જ નહીં બોલિવૂડના અનેક સ્ટાર્સે આ સમયે પોતાને રૂમમાં બંધ કરી દીધા છે. અને તે લોકોને પણ આવું કરવાની અપીલ કરી રહ્યા છે. જેથી આ વાયરસને ફેલાવતો રોકી શકાય.
    Published by:News18 Gujarati
    First published:March 18, 2020, 17:28 pm