'આ મારા પિતાનું અપમાન છે', Mr.Indiaની રિમેક પર ભડકી સોનમ કપૂર

News18 Gujarati
Updated: February 22, 2020, 11:18 AM IST
'આ મારા પિતાનું અપમાન છે', Mr.Indiaની રિમેક પર ભડકી સોનમ કપૂર
સોનમ અને અનિલ કપૂર

"મિ.ઇન્ડિયા 2 બનાવવા મામલે કોઇ મને પૂછ્યું પણ નથી"

  • Share this:
જ્યારથી ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે શેખર કપૂરની આઇકોનિક બોલિવૂડ ફિલ્મ Mr India ની રીમેક બનાવાની વાત કરી છે સોશિયલ મીડિયા પર આ મામલે અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. આ ફિલ્મને સૌથી પહેલા શેખર કપૂર ડાયરેક્ટ કરી હતી. અને ફિલ્મની જાહેરાત થતા જ શેખર કપૂરે આ મામલે ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફર પર ફટકાર વરસાવી હતી. અને તેના પછી સોનમ કપૂર અહુજા (Sonam Kapoor Ahuja) પણ આ વાતનો વિરોધ કરતી નજરે પડી હતી. સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોનમે જણાવ્યું કે મિસ ઇન્ડિયાના રિમેક વિષે તેના પિતા કે ફિલ્મના ડાયરેક્ટ શેખર કપૂર બંનેમાંથી કોઇને પણ જણાવવામાં નથી આવ્યું. તેણે કહ્યું કે આ મામલે અમને સોશિયલ મીડિયાથી જાણકારી મળી છે. આ ખરેખરમાં અપમાનજનક છે. કારણ કે મારા પિતાએ આ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવ્યો છે અને આ ફિલ્મ સાથે તેમની લાગણી જોડાયેલી છે. તેણે વધુમાં કહ્યું કે તમારે કોઇના કામનું મહત્વ સમજવું જોઇએ.
View this post on Instagram

#FYI

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onતો બીજી તરફ શેખર કપૂરે પણ આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે "મિ.ઇન્ડિયા 2 બનાવવા મામલે કોઇ મને પુછ્યું પણ નથી ના જ આ મામલે મને વાત કરી છે. મને લાગે છે કે આ લોકો ખાલી ટાઇટલનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તે મોટી કમાણી કરી શકે. તે ફિલ્મના ઓરિજનલ ક્રિએટરની પરવાનગી વિના આ ફિલ્મના કેરેક્ટર કે વાર્તાનો ઉપયોગ ના કરી શકે."ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે મિ.ઇન્ડિયા ફરી બનાવાની વાત કરી હતી. આ માટે તેમણે ટ્વિટર પર જાહેરાત કરી હતી. તેમણે આ ટ્વિટમાં કહ્યું હતું કે ઝી સ્ટૂડિયા સાથે મળીને તે મિ.ઇન્ડિયાની ટ્રાયોલોજી બનાવશે. સાથે જ આ ફિલ્મમાં આઇકોનિક કેરેક્ટરને પણ ફરી જીવંત કરવાની વાત તેમણે કહી હતી. જો કે તેમણે એમ પણ હજી સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને કોણ એક્ટર મિ. ઇન્ડિયાનું આઇકોનિક પાત્ર ભજવશે તે હજી નક્કી નથી કરવામાં આવ્યું.
ત્યારે આ ટ્વિટ પછી સોનમ કપૂરે અને શેખર કપૂરે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી નારાજગી વ્યક્ત કરી હતી.
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर