Indigo એરલાઇન્સ પર સોનાક્ષી થઇ ગુસ્સો, શેયર કર્યો વીડિયો

News18 Gujarati
Updated: November 4, 2019, 6:25 PM IST
Indigo એરલાઇન્સ પર સોનાક્ષી થઇ ગુસ્સો, શેયર કર્યો વીડિયો
સોનાક્ષી

"મારી આ બેગ યાત્રાની શરૂઆતમાં બિલકુલ ઠીક હતી પણ હવે..." : સોનાક્ષી

  • Share this:
ઇન્ડિગો એરલાઇન્સ (Indigo Airlines) પર સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ખૂબ જ ગુસ્સે ભરાઇ છે. તેણે આ વાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. જે હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પણ સોનાક્ષીનો સાથ આપી રહ્યા છે. સોનાક્ષીએ જણાવ્યું કે તે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સથી ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેની બોગને ફ્લાઇટ તરફથી એ રીતે મૂકવામાં આવી કે તે તૂટી ગઇ.

સોનાક્ષીએ આ માટે એક વીડિયો પર શેયર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે "આજે મેં ઇન્ડિગોથી યાત્રા કરી હતી. મારી આ બેગ યાત્રાની શરૂઆતમાં બિલકુલ ઠીક હતી પણ હવે આ બેગ જેનું નંબર 1 હેન્ડલ તૂટી ગયું છે, હેન્ડલ 2 પણ તૂટી ગયું છે અને પૈડા પણ ગાયબ છે, થેક્યૂ ઇન્ડિગો અને સોરી સૈમસોનાઇટ કારણ કે તમે ઇન્ડિગોથી ના બચી શક્યા!" જો કે સોનાક્ષીનો આ વીડિયો વાયરલ થતા ઇન્ડિગોએ પણ તેની માફી માંગી છે. સાથે જ તેને કેવી રીતે કોન્ટેક્ટ કરવો તે અંગે પણ પુછ્યું હતું.


જો કે બીજી તરફ સોનાક્ષીના આ વીડિયોનો યુઝર્સે પણ સપોર્ટ કર્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ બેગ સોનાક્ષીની હતી માટે કંપનીએ રિપ્લાય કર્યો. પણ જો કોઇ સામાન્ય માણસનું હોત તો કંપની રિપ્લાય પણ નથી કરતી.


વર્ક ફંટની વાત કરીએ તો હાલ સોનાક્ષી, સલમાન ખાન અને જૈકલીન સાથે દ-બૈંગ ટૂર પર નીકળી છે. તે કાલે રાત્રે હૈદરાબાદમાં હતી. વધુમાં હાલમાં જ તેની ફિલ્મ દબંગ 3 આવી રહી છે. આ સિવાય સૈફ અલી ખાન સાથે તેની ફિલ્મ લાલ કપ્તાન પણ આવે છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर