અમદાવાદમાં રહેતી સોહા અલી ખાનની 'મિત્ર' બે દિવસથી ગુમ, ઈન્સ્ટાગ્રામ પર કરી અપીલ

News18 Gujarati
Updated: October 4, 2019, 8:46 AM IST
અમદાવાદમાં રહેતી સોહા અલી ખાનની 'મિત્ર' બે દિવસથી ગુમ, ઈન્સ્ટાગ્રામ પર કરી અપીલ
સોહા અલી ખાનના મિત્રની મિત્ર

સોહાની આ અપીલ અનુસાર આ છોકરી અમદાવાદની છે. તેના માતા-પિતા ઘણાં ચિંતિત છે. સોહાએ ફેન્સને તેને શોધવા માટે અપીલ કરી છે.

  • Share this:
બૉલિવુડ અભિનેત્રી સોહા અલી ખાન ભલે ઘણાં સમયથી પડદા પર ન દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેણી ઘણી જ ઍક્ટિવ છે. શુક્રવારે સોહાનો જન્મદિવસ છે. પરંતુ સૌથી પહેલા તેણે સોશિયલ મીડિયા પર એવું કામ કર્યું છે જેનાથી બધાનું ધ્યાન તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગયું છે.

વાસ્તવિક રીતે આ વખતે સોહાએ એક ખોવાયેલી છોકરીને શોધવા માટે પોસ્ટ કરી છે. સોહાએ સોશિયલ મીડિયા પર એક તસ્વીરની સાથે નંબર શૅર કરતા મેસેજ પણ લખ્યો છે. જે અનુસાર તેણી તેની મિત્રને શોધી રહી છે. તેની આ મિત્ર છેલ્લા 2 દિવસથી ગાયબ છે અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે.

સોહાની આ અપીલ અનુસાર આ છોકરી અમદાવાદની છે. તેના માતા-પિતા ઘણાં ચિંતિત છે. સોહાએ ફેન્સને તેને શોધવા માટે અપીલ કરી છે.આજના સમયે બૉલિવૂડ સ્ટાર્સ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં લાખો પૈસા વસૂલે છે. ત્યારે સોહાની આ મુહિમ ઘણી અલગ છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.કૃણાલ ખેમૂ સાથે લગ્ન કર્યા બાદ સોહા સંપૂર્ણ રીતે હવે તેના પરિવાર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर