Bigg Boss 14: સ્નેહા ઉલ્લાલ અને જેસ્મીન ભસીન હશે શોમાં! જુઓ કન્ટેસ્ટન્ટનું સંભવીત લીસ્ટ

Bigg Boss 14: સ્નેહા ઉલ્લાલ અને જેસ્મીન ભસીન હશે શોમાં! જુઓ કન્ટેસ્ટન્ટનું સંભવીત લીસ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે.

  • Share this:
    મુંબઈ: ટીવીનો સૌથી ચર્ચિત રિયાલીટી શો બિગ બોસ સિઝન 14ની દર્શકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ બિગ બોસ 14નો પ્રોમો રિલીઝ થયો હતો. બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન જ શોમાં સિઝન-14ને હોસ્ટ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ, ફેન્સને શોમાં ભાગમાં લેનારા ઉમેદવારોના નામની પણ રાહ જોઈ રહ્યા છે.

    બિગ બોસ 14ના ઘરના કન્ટેસ્ટન્ટમાં સૌથી વધારે ચર્ચા ટીવી એક્ટ્રેસ જેસ્મીન ભસીનની થઈ રહી છે. જેસ્મીન સિવાય સ્નેહા ઉલ્લાલ, વિવિયન ડીસેના, સંગીતા ઘોષ, અલીશા પવાર, જય સોની, શગુન પાંડે, મિશાલ રહેજા, નિયા શર્મા, ડોનલ બિષ્ટ, શિરીન મિર્ઝા અને શાહીન ભનોટ આ શોનો ભાગ બની શકે છે. જોકે, હજુ આ નામની જાહેરાત થઈ નથી.



    આ પણ વાંચોખેડૂતો માટે મોટા સમાચાર, રહસ્યમય બીયારણને લઈ સરકારે જાહેર કરી ચેતવણી, એગ્રી Terrorismની આશંકા?

    હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે કે, બિગ બોસની અગામી સિઝનના પ્રોમોની શુટિંગ કરવા માટે કોરોના વાયરસ મહામારી વચ્ચે સલમાન ખાન પનવેલથી મુંબઈ પાછા આવ્યા હતા. તેમને સોમવારે રાત્રે પોતાની સફેદ રેન્જ રોવરમાં મહેબુબ સ્ટુડિયોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

    કન્ટેસ્ટન્ટને ઘરમાં એન્ટ્રી મળ્યા પહેલા આપવો પડશે કોરોના નેગેટિવનો રિપોર્ટ

    ઉલ્લેખનીય છે કે, બિગ બોસની 14મી સિઝનની થીમ જંગલ બેસ્ડ પર હશે. મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, આ વખતે 13 સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ હશે અને 3 કોમનર હશે. બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા તમામ કન્ટેસ્ટન્ટનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે કન્ટેસ્ટન્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને ઘરમાં જવા દેવામાં આવશે, નહીં તો તેમને આ સિઝનમાં કોરોના ટેસ્ટ આપ્યા વગર આ શોમાં જગ્યા નહીં મળે.
    Published by:kiran mehta
    First published:August 13, 2020, 23:44 pm

    ટૉપ ન્યૂઝ