મુંબઇ: અમેરિકન સેલિબ્રિટી અને ઇન્ટરનેટ સેન્સેશન કાઇલી જેનરની એક ટ્વિટથી સ્નેપચેટને કરોડો રૂપિયાનું નુક્શાન થયુ છે. કાઇલીની એક ટ્વિટથી સ્નેપચેટની માર્કેટ વેલ્યુ 1.3 બિલિટયન ડોલર ઘટી ગઇ છે એટલે કે સ્નેપચેટને એક ટ્વિટથી 130 કરોડ રૂપિયાનું નુક્શાન થઇ ગયુ છે. ખરેખરમાં કાઇલી જેનરે ટ્વિટર પર એટલું જ કહ્યું હતું કે, હવે તે સ્નેપચેટનો ઉપયોગ કરતી નથી. પણ તેની આ વાત તેનાં કરોડો ફેન્સ સુધી આ વાત પોહંચી ગઇ. જે બાદ મોટાભાગનાં લોકોએ કહ્યું કે, સ્નેપચેટની રીડિઝાઇનિંગ બાદ તેમણે તેનો ઉપયોગ બંધ કરી દીધો છે. પછી શું. માર્કેટલમાં તો સ્નેપચેટની રીડિઝાઇનિંગ પર સવાલ ઉભા થવા લાગ્યા અને તે બાદ તેની માર્કેટ વેલ્યુ 130 કરોડ રૂપિયા સુધી ઘઠી ગઇ અને કંપનીનાં શેરમાં પણ 7.2 ટકાનો ઘટાડો થઇ ગયો છે.
હવે આ ઘટાડામાટે ફક્ત કાઇલીની ટ્વિટ જ દોષિત નથી. ણ સ્નેપચેટનાં એગેજમેન્ટ ઘટવા પાછળ એક અન્ય કારણ પણ છે. ખરેખરમાં સ્નેપચેટે એપ રીડિઝાઇન કરી છે જે યૂઝર્સને પસંદ નથી આવી. જેની અસર તેનાં બિઝનેસ પર પડી છે. તેનાં નેગેટિવ રિવ્યુ દેખાઇ રહ્યાં છે જેને કારણે સ્નેપચેટની લોકપ્રિયતામાં ઘટાડો થઇ રહ્યો છે.
sooo does anyone else not open Snapchat anymore? Or is it just me... ugh this is so sad.
આમ પણ, આ નુક્શાન બાદ કાઇલીએ ભરપાઇ કરવાનો પ્રયાસ કર્યો તે બાદ તેને બીજી ટ્વિટ કરી કે તે સ્નેપચેટને પસંદ કરે છે પણ ત્યાં સુધીમાં ડેમેજ થઇ ગયો હતો. કાઇલીનાં સ્નેપચેટ પર આશરે 2 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. ખાસવાત તો એ છએ કે, કાઇલી સ્નેપચેટનો ઉપયોગ કેમ નથી કરતી તેની પાછળ ખાસ કારણ હતું 20 વર્ષની આ સેલિબ્રિટી હાલમાં જ એક દીકરીની મા બની છે. બની શકે કે તેની તે આ નવી જવાબદારીને કારણે સોશિયલ મીડિાય પર પહેલા જેટલી એક્ટિવ ન હોય પણ માર્કેટથી તો તેને ઘણુ નુક્શાન છે.
કાઇલી જેનર અમેરિકાનાં સૌથી અમીર પરિવારમાંથી એક કાર્ડિશિયન-જેનર પરિવારનો ભાગ છે. તે ખુદ સૌથી યંગ બિઝનેસમેનમાંથી એક છે. તે ફોર્બ્સની ટોપ 100 એન્ત્રોપ્રિન્યોર્સની લિસ્ટમાં શામેલ છે જે સૌથી નાની ઉંમરની છે. કાઇલી કોસ્મેટિક્સ નામની કંપની છે. જેનો કારોબાર કરોડોમાં છે અને આગામી 4 વર્ષમાં તેને વધુ વધે તેવી સંભાવનાઓ પણ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર