Home /News /entertainment /

Bollywood Sister : કપૂરથી લઇને ભટ્ટ સિસ્ટર્સ સુધી, આ બહેનોની જોડીઓએ ભારતીય સિનેમામાં બનાવી છે પોતાની ઓળખ

Bollywood Sister : કપૂરથી લઇને ભટ્ટ સિસ્ટર્સ સુધી, આ બહેનોની જોડીઓએ ભારતીય સિનેમામાં બનાવી છે પોતાની ઓળખ

આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ

Bollywood Sisters : બોલિવુડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry) ઘણી રસપ્રદ સ્ટોરીઓ છે, જેમાં આજે આપણે વાત કરીએ બોલિવુડ એક્ટ્રેસ (Bollywood Actress) બહેનોની જોડી વિશે, જેમણે લાખો દિલો પર રાજ કર્યું

    Bollywood Sister : એક જ ઇન્ડસ્ટ્રી (Industry)માં બે બહેનો કે ભાઈઓની જોડીને ઉભરતા કલાકારો તરીકે જોવા તે ખૂબ મોટી વાત છે. બોલિવૂડે ઘણી બહેનોની જોડી (Bollywood Sister Duo's)ને મોટી હિટ ફિલ્મો આપતા અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવતા જોયા છે. તો ચાલો નજર કરીએ આવી જ બહેનોની જોડી પર જેઓએ ફેન્સના દિલો પર રાજ કર્યુ છે.

    આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ (alia bhatt pooja bhatt)

    આ લીસ્ટમાં સૌથી પહેલું નામ ભટ્ટ સિસ્ટર્સ (Bhatt sisters)નું છે. પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ, બંને બહેનોની જોડીનો સંબંધ ગાઢ છે. એક તરફ જ્યાં 1980ના દાયકામાં પૂજા ઇન્ડિસ્ટ્રીની લિડિંગ લેડી હતી. ત્યાં આજે આલિયા "બોલિવૂડની ક્વિન" તરીકે ઓળખાય છે.

    સાઇ પલ્લવી અને પૂજા કન્નન (sai pallavi pooja kannan)

    મલેરે લેડી, જે પ્રેમમમાં ડેબ્યુ કર્યા પછી ઝડપથી દરેકની ડ્રીમ ગર્લ બની ગઈ હતી, તેની એક ટ્વિન બહેન છે, અને આ ટ્વિન ઘણા સમયથી ટોક ઓફ ધ ટાઉન છે. જ્યારે સાઈ પલ્લવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ પૂજા કન્નન ઇન્ડસ્ટ્રીમાં એકદમ નવી છે.

    કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર (kareena kapoor karishma kapoor)

    ભારતીય સિનેમા જગતની સૌથી જાણીતી અને લોકપ્રિય બહેનો એટલે કપૂર સિસ્ટર્સ (Kapoor Sisters). કરીના કપૂર ખાન અને કરિષ્મા કપૂરને બેબો અને લોલો તરીકે પણ ફેન્સ ઓળખે છે. બંને બહેનોએ બોલિવૂડ પર પોતાના અભિનય અને અદાઓથી રાજ કર્યુ છે. કરિના કપૂર હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તે આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં નજર આવશે.

    શ્રુતિ હસન અને અક્ષરા હસન (shruti hassan akshara haasan)

    હસન સિસ્ટર સોશ્યલ મીડિયા પર અવારનવાર એકબીજાની પ્રશંસા કરતી નજરે આવે છે. શ્રુતિ હાસન દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરે છે, જ્યારે અક્ષરા હાસન કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે, ખાસ કરીને બોલિવૂડ બ્લોકબસ્ટર શમિતાભ. તેણીની સૌથી તાજેતરની ફિલ્મ, અચ્છમ મેડમ નાનમ પાયરપ્પુ, 25 માર્ચે રિલીઝ થઈ હતી.

    નગમા અને જ્યોતિકા (nagma jyothika)

    નગમા 1990 ના દાયકામાં ટોચની અભિનેત્રી હતી જ્યારે તેણે તે સમયના જાણીતા કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. જ્યોતિકાએ નગમાના સેલિબ્રિટી સ્ટેટસનો તેના ફાયદા માટે ઉપયોગ કર્યો. જ્યોતિકા તેલુગુ અને તમિલ બંને ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે ચિરંજીવી અભિનીત ટેગોરથી તેલુગુમાં ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી.

    આ પણ વાંચોExclusive: શ્રેયસ તલપડેએ Kaun Pravin Tambe ની સફળતા પર કહ્યું, લોકો કહેવા લાગ્યા હતા કે 'ગોલમાલ' નહીં આવે તો શું કરશે?

    ક્રિતી સેનન અને નુપૂર સેનન (kriti sanon nupur sanon)

    કૃતિ સેનન અને તેની નાની બહેન નૂપુર પણ ઇન્ડસ્ટ્રીની જાણીતી સિસ્ટર ડ્યુઓ છે. એક તરફ જ્યાં ક્રિતી બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, ત્યારે નૂપુર સેનન અક્ષય કુમાર સાથે એક મ્યૂઝીક વિડીયોમાં જોવા મળી હતી. તેણી રવિ તેજાની સાથેની તેલુગુ ફિલ્મ ટાઈગર નાગેશ્વર રાવ સાથે મોટા પડદા પર ડેબ્યૂ કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Sister

    આગામી સમાચાર