કોરોનાના કારણે ઇટલીમાં ફસાયેલી બોલિવૂડ સિંગરે કહ્યું, 'એમ્બ્યુલન્સનો અવાજ ડરાવે છે'

શ્વેતા પંડિત

"શરૂઆત સામાન્ય ખાસી અને શરદી જેવા લાગતા આ ફ્લૂએ થોડા જ દિવસમાં લોકોનો જીવ લીધો છે." : શ્વેતા

 • Share this:
  બોલિવૂડને અનેક સુપરહિટ ગીતો આપનાર શ્વેતા પંડિત (Shweta Pandit) કોરોના વાયરસ (Coronavirus) વધતા પ્રકોપ કારણે એક મહિનાથી ઇટલી (Italy)માં પતિ સાથે ફસાયેલી છે. લોકડાઉનના કારણે સિંગર એક મહિનાથી પોતાના રૂમની પણ બહાર નથી નીકળી. જો કે ભારતમાં પણ લોકડાઉન થતા શ્વેતા પંડિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે કેમ ભારત માટે લોકડાઉન અને ઘરમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તેણે ઇટલીનો પોતાનો અનુભવ જણાવ્યો છે. સાથે જ પોતે કેટલી ભયભીત છે તે અંગે પણ જણાવ્યું છે.

  સિંગર શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલા વીડિયોમાં સૌથી પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં લોકડાઉન લગાવાને સમર્થન આપ્યું છે. વીડિયોમાં શ્વેતાએ કહ્યું કે "નમસ્કાર મિત્રો, ભારતમાં 21 દિવસનું લોકડાઉનની જાહેરાત થઇ છે જે સાંભળીને હું ખૂબ જ ખુશ છું. આ વાત મેં આંખોથી જોઇ છે અને ઇટાલીમાં હું છેલ્લા એક મહિનાથી મહામારી વખતે છું માટે કહું છું કે શરૂઆત સામાન્ય ખાસી અને શરદી જેવા લાગતા આ ફ્લૂ થોડા જ દિવસમાં લોકોનો જીવ લીધો છે. અને આ હકીકત છે."
  તેણે કહ્યું કે લોકો અહીં સામાન્ય શરદી ખાંસીના સમસ્યા સમજી ડોક્ટર પાસે જાય છે અને તેમને ખબર પડે છે તેમને આઇસીયૂમાં રહેવાનું છે. તેણે કહ્યું કે રોજ સવારે અહીં એમ્બ્યુલન્સની અવાજ સાંભળું છું. અને ખરેખરમાં આ અવાજ સાંભળી ડરી જઉં છું.


  સાથે જ તેણે કહ્યું કે હોળી પર ઘરે આવવા માંગતી હતી પણ મેં કોરોના કારણે જાતે જ ભારત ન જવાનો નિર્ણય કર્યો કારણ કે હું નહતી ઇચ્છતી કે હું મારા દેશમાં કોરોના લઇ જવાનું માધ્યમ બનું. આ મારો પોતાનો નિર્ણય હતો. તમે પણ ઘરમાં સુરક્ષિત રહો. મિત્રો પરિવારથી વીડિયો કોલથી વાત કરો.
  Published by:Chaitali Shukla
  First published: