પાપોને રિયાલિટી શોની કન્ટેસ્ટન્ટને કરી કિસ, નોંધાઈ ફરિયાદ

 • Share this:
  બોલિવૂડ ગાયક પાપોન સામે 'નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ'માં ફરિયાદ નોંધાઈ છે. તેની પર શોમાં એક નાની છોકરી સાથે ખોટી રીતે કિસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના એક વકીલે ફરિયાદ નોંધાઈ છે કે સોશિયલ મીડિયામાં તેની આ હરકતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગાયક પાપોન વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

  જાણકારી પ્રમાણે ટીવી પર બતાવવામાં આવતા એક કાર્યક્રમમાં જજ તરીકે બોલિવૂડ સિંગક પાપોને હોળીના શૂટિંગ દરમિયાન એક બાળકીને ખોટી રીતે કિસ કરી હતી. વીડિયો વાઈરલ થયા પછી સુપ્રીમ કોર્ટના એક વકીલ રૂના ભૂયાને નેશનલ કમીશન ફોર પ્રોટ્રેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટમાં ગાયક પાપોન સામે ફરિયાદન નોંધાવી છે.

  ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જે સમયે વેનની અંદર હોળી રમી રહ્યો હતો તે સમયે તેમના ક્રૂ મેમ્બરમાં કોઈપણ મહિલા સદસ્ય ન હતી. આ દરમિયાન પાપોને એક બાળકીને પહેલા તો રંગ લગાવ્યો અને તેને ખોટી રીતે કિસ કરી. મેં વીડિયો જોયો આખા દેશમાંથી કેટલાય સગીર બાળકો આ શોમાં ભાગ લેવા જાય છે. હું બાળકોની સેફ્ટી અને સિક્યોરિટીને લઈને હેરાન છું. જ્યાં બીજી તરફ પાપોનના એક ફેનપેજ ક્લબે 40 લોકો સામે એફઆરઆઈ નોંધાઈ છે. આ ફેનક્લબ પ્રમાણે સિંગરની પ્રસિદ્ધિને નુકશાન પહોંચાડવા માટે આવું કરવામાં આવ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: