Home /News /entertainment /સીડીમાંથી પડ્યો સિંગર જુબિન નૌટિયાલ, હાથ અને માથામાં થઈ ગંભીર ઈજા

સીડીમાંથી પડ્યો સિંગર જુબિન નૌટિયાલ, હાથ અને માથામાં થઈ ગંભીર ઈજા

ફોટોઃ @jubin_nautiyal

સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરને સીડીમાંથી પડી ગયો છે. આ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ છે. જુબિન નૌટિયાલની કોણી તૂટી ગઈ છે. તે સિવાય તેને માથા અને હાડકામાં પણ ઈજા થઈ છે. તેના ડાબા હાથનું ઓપરેશન કરવાનું છે. એવામાં ડૉક્ટરે તેને હાથનો ઉપયોગ ના કરવાની સલાહ આપી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે સીડીમાંથી પડી ગયો છે. આ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ છે. જુબિન નૌટિયાલની કોણી ભાંગી ગઈ છે. આ સિવાય, તેના હાડકાં અને માથા પર પણ ઈજા થઈ છે. જુબિન નૌટિયાલને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હવે તેની હાલત સારી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તે પોતાના હોમ ટાઉન જવા નીકળી ગયો છે.

    જુબિન નૌટિયાલનું નવું ગીત 'તૂ સામને આયે' હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતને સિંગર યોહાની સાથે ગાવામાં આવ્યુ છે. ગુરુવારે નોટુયાલ અને યોહાની સાથે ગીત લૉન્ચ કરતા જોવા મળ્યા હતાં. આ અકસ્માતના લીધે સિંગરને પોતાના ડાબા હાથનું ઓપરેશન કરાવવું પડશે. તેને ડૉક્ટરોએ ડાબા હાથના ઉપયોગ ના કરવાની સલાહ આપી છે.

    આ પણ વાંચોઃ હંસિકા મોટવાનીએ મ્હેન્દીના ફોટો થયા વાયરલ, આ દિવસે સિંધી રિવાજથી કરશે લગ્ન

    ટૉપ ગીતોના સિંગર છે જુબિન


    સિંગર જુબિને પોતાનું નામ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહેનતથી બનાવ્યુ છે. થોડા દિવસ પહેલા જ તેનું એક ગીત રિલીઝ થયું છે. તેમાં માનિકે ગીતની યોહાની સાથે 'તૂ સામને આયે' અને ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નું ગીત 'શરાબી' સામેલ છે. ફિલ્મ 'થેન્ક ગૉડ'ની ગીતમાં માનિકે ગીતમાં યોહાની સાથે જુબેને પણ પોતાનો અવાજ આપ્યો છે.



    આ પણ વાંચોઃ રિતેશ દેશમુખ અને જેનેલિયાએ બેન્ક પાસેથી લીધેલી 116 કરોડની લોનમાં ગડબડનો આરોપ, સરકારે તપાસનો આપ્યો આદેશ

    આ પહેલા જુબેને ઘણા હિટ ગીતો ગાયા છે. તેના ગ્લોબલ હિટ ગીતોનું લિસ્ટ ઘણું લાંબુ છે. તેમાં રાતા લંબિયા, લુટ ગયે, હમનવા મેરે, તુમ હી આના, બેવફા તેરા માસૂમ ચહેરા અને તૂજે કિતના ચાહને લગે હમ સામેલ છે. પોતાના મધુર અવાજ અને ક્યુટ લુક્સ સાથે જુબિન આજે લાખો દિલો પર રાજ કરી રહ્યો છે. તેના ગીત તો ચાર્ટબસ્ટર છે જ,

    સાથે તેની ફિમેલ ફોલોવિંગ પણ શાનદાર છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन