સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું નિધન, લગભગ બે મહિનાથી હૉસ્પિટલમાં હતા દાખલ

News18 Gujarati
Updated: June 1, 2020, 7:49 AM IST
સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું નિધન, લગભગ બે મહિનાથી હૉસ્પિટલમાં હતા દાખલ
વાજિદ ખાનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે

વાજિદ ખાનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે

  • Share this:
મુંબઈઃ સલામાન ખાન (Salman Khan)ને પાર્ટનર, દબંગ, વોન્ટેડ જેવી ફિલ્મોમાં સુપરડુપ હિટ ગીતો આપનારા સંગીતકાર જોડી સાજિદ-વાજિદ (Sajid Wajid)ના વાજિદ ખાન (Wajid Khan)નું 42 વર્ષની ઉંમરે રવિવાર રાત્રે નિધન થઈ ગયું છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે ‘હમકો પીની હૈ’, ‘મેરા હી જલવા’ સહિત અનેક હિટ ગીતો પણ ગાયા છે.

ટીવી અને સિનેમા જગતની વિશ્વસનીય ખબરો રાખનારા સલિલ અરૂણકુમાર સંડએ ન્યૂઝ18ને જણાવ્યું કે વાજિદને કિડનની સમસ્યાના કારણે લગભગ 60 દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લગભગ ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેઓ ડાયાબિટીક પણ હતા. જોકે કોરોનાના લક્ષણ જોતા અને સુરક્ષા કારણોને કારણે વાજિદની અંતિમ યાત્રામાં માત્ર બે લોકો જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

સલિલ અરુણકુમાર સંડ અનુસાર, વાજિદની દફનવિધિ વર્સોવાના કબ્રસ્તાનમાં કરવામાં આવશે. તેમની કબર ઇરફાન ખાનની પાસે હશે.

વાજિદના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સંગીતકાર અને સિંગર તેમના નિધનને જોરદાર આંચકો માની રહ્યા છે. પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમ, સલીમ મર્ચન્ટ, માલિની અવસ્થી, અરુણ કુમાર સંડ સહિત બોલિવૂડ સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ટ્વિટર પર અનેક લોકોનું કહેવું છે કે તેમનું નિધન કોવિડ-19ના કારણે થયું છે. જોકે કોરોના સંક્રમણનો તપાસ રિપોર્ટ હજુ આવ્યો નથી.

આ પણ વાંચો, 96 KGની સારા અલી ખાન કેવી રીતે થઈ ફેટથી ફિટ? આ વીડિયો જોઈ ચોંકી જશો


સાજિદ-વાજિદને તેમના હિટ મ્યૂઝિકના કારણે સમગ્ર દેશમાં અલગ ઓળખ ઊભી કરી હતી. બંનેએ દબંગ 3, ફેમિલો ઓફ ઠાકુરગંજ, પાગલપંતી, સત્યમેવ જયતે, જુડવા 2, ફ્રીકી અલી, ક્યા કૂલ હૈ હમ 3, સિંહ ઇઝ બ્લિંગ, ડૉલી કી ડૉલી, તેવર, દાવત એ ઇશ્ક, બુલેટ રાજા, મેં તેરા હીરો, હીરોપંતી, દબંગ 2, સન ઓફ સરદાર, કમાલ ધમાલ માલામાલ, એક થા ટાઇગર, તેરી મેરી કહાની, રાઉડી રાઠોડ, હાઉસફુલ 2, નો પ્રોબ્લમ, દબંગ, વીર, વોન્ટેડ, વેલકમ, પાર્ટનર, તેરે નામ, હમે તુમ્હારે હૈ સનમ, બ્રધર, પ્યાર કિયા તો ડરના ક્યા, જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું હતું.

આ જોડી સલમાન ખાન માટે હંમેશાથી હિટ ગીતો આપતી રહી. બાદમાં વાજિદે સલમાન ખાન માટે ગીતો ગાવાનું પણ શરૂ કર્યું હતું. તેમાં પાંડે જી સીટી, ફેવિકોલ સે, માશાલ્લાહ, હમકા પીની હૈ, હુડ હુડ દબંગ, જલવા, તોસે પ્યાર કરતે હૈ, જેવા ગીતો સામેલ છે.

આ પણ વાંચો, તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત
First published: June 1, 2020, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading