Home /News /entertainment /દરિયાદિલી! જિંદગી માટે જંગ લડી રહેલી એક્ટ્રેસની સારવારનો ખર્ચ અરિજીત સિંહ ઉઠાવશે

દરિયાદિલી! જિંદગી માટે જંગ લડી રહેલી એક્ટ્રેસની સારવારનો ખર્ચ અરિજીત સિંહ ઉઠાવશે

એક્ટ્રેસની સારવારનો ખર્ચ અરિજીત સિંહ ઉઠાવશે

બોલીવુડના ફેમસ સિંગર અરિજીત સિંહ અને એંડ્રિલા શર્મા બંને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના છે. જ્યારે અરિજિતને એંડ્રિલાની હાલની સ્થિતિ વિશે જાણ થઈ, ત્યારે તેણે તેની સારવારનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું જેથી તેના પરિવાર પર બોજ ન આવે.

    બે વાર કેન્સરને માત આપી ચુકેલી બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્મા પાછલા 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. 1 નવેમ્બરે બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેને એડમિટ કરવામાં આવી હતી. એક્ટ્રેસનુ હોસ્પિટલનું બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું છે.

    જો કે તેના પરિવારે હજુ સુધી કોઇની પાસે કોઇપણ પ્રકારની આર્થિક મદદ નથી માંગી. તેમ છતાં સિંગર અરિજીત સિંહે પોતે આગળ આવીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉઠાવશે.

    આ પણ વાંચો : Video: ટીવીની આ 'નાગિને' પહેરી લીધો આટલા મોટા કટ વાળો ડ્રેસ, કેમેરા સામે હાથથી ઢાંકતી જોવા મળી

    પરિવારની બચત ખર્ચ થતી જાય છે


    રિપોર્ટ્સ અનુસાર, એંડ્રિલા શર્માની સારવારમાં તેના પરિવારની બચત લગભગ ખર્ચ થતી જઇ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી હોસ્પિટલનું બિલ 12 લાખ રૂપિયા સુધી પહોંચી ગયુ છે. આ મુશ્કેલીભર્યા સમયમાં સિંગર અરિજીત સિંહે મદદ માટે હાથ આગળ વધાર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંગરે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું છે. તેમાં તે ખર્ચ પણ સામેલ છે, જે એક્ટ્રેસની સારવાર માટે થશે. પછી ભલે તેને સારવાર માટે પ્રદેશની બહાર કેમ ન લઇ જવી પડે.

    કલકત્તાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ


    એક્ટ્રેસ એંડ્રિલા શર્મા કલકત્તાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટ્સ અનુસાર તે કોમામાં છે અને જીંદગીની જંગ લડી રહી છે. એક્ટ્રેસના ફેમિલી મેંબર્સ અને ફ્રેન્ડ્સ તેની સલામતી માટે દુઆ કરી રહ્યાં છે. ડોક્ટર્સ પોતાની તરફથી ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઇપણ પ્રકારનો સુધારો નથી આવી રહ્યો. તે હજુ પણ વેંટીલેટર પર છે. એક નવેમ્બરે એંડ્રિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જો કે તરત જ તેની સારવાર કરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પછીથી તેને ઘણા કાર્ડિઆક અરેસ્ટ આવ્યા અને તેને વેંટિલેટર પર શિફ્ટ કરવી પડી.

    આ પણ વાંચો :  Rashami Desai PICS: વેડિંગ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે રશ્મિ દેસાઇ, એક્ટ્રેસની સાદગી પર આવ્યું ફેન્સનું દિલ

    મગજમાં અનેક ક્લોટ્સની વાત સામે આવી


    રિપોર્ટ્સ અનુસાર, સીટી સ્કેનના રિપોર્ટમાં તેના મગજમાં અનેક ક્લોટ્સની વાત સામે આવી છે, પરંતુ એક્ટ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેનું ઓપરેશન થઇ શકે તેમ નથી. ડાયગ્નોસિસ બાદ એક્ટ્રેસને હાઇ મેડિસિનના ડોઝ આપવામાં આવ્યા હતા, જેથી તે ક્લોટ્સથી મુક્તિ મેળવી શકે. એક્ટ્રેસ હાલ કોમામાં છે અને ડોક્ટર્સની સ્પેશિયલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ છે.


    ઘણી સીરિયલ-ફિલ્મોમાં કામ કરી ચુકી છે એંડ્રિલા


    હંમેશાથી એક્ટ્રેસ બનવાનું સપનુ જોનારી એંડ્રિલા શર્માએ ટીવી સીરિયલ 'ઝુમુર'થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તે બંગાળી ફિલ્મ 'ભોલે બાબા પાર કરેગા'માં જોવા મળી હતી. તેણે 'જીવન જ્યોતિ' અને 'એંડ જિયો કાઠી' જેવા ઓટીટી પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યુ છે .
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Important Bollywood News, Playback Singer, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन