શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની બૉલિવૂડમાં એન્ટ્રી, Rosieથી કરશે ડેબ્યૂ

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની બૉલિવૂડમાં એન્ટ્રી, Rosieથી કરશે ડેબ્યૂ
પલક તિવારી

પલક તિવારીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ મામલે પોસ્ટ કરીને જણાવ્યું છે.

 • Share this:
  ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)ની પુત્રી પલક તિવારી (Palak Tiwari) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મ રોઝી (Rosie)માં તેનો લીડ રોલ છે અને તે આ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઇ રહી છે. સાથે જ ફિલ્મનું નિર્દેશન વિશાલ મિશ્રાએ કરશે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં આવી જશે.

  આ ફિલ્મનું નિર્માણ મંદિરા એન્ટરટેનમેન્ટ, વિવેક ઓબેરોય (Vivek Oberoi)ના ઓબેરોય મેગા ઇન્ટરટેનમેન્ટ અને પ્રેરણા વી અરોરા મળીને બનાવશે. ફિલ્મ સમીક્ષક તરન આદર્શ (Taran Adarsh)આ મામલે ટ્વિટ કરીને પલક તિવારી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે તેની જાણકારી આપી હતી. આ ટ્વિટની સાથે જ ફિલ્મનો ફસ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે.

  વધુમાં પલક તિવારીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ મામલે પોસ્ટ કરીને તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે તેની જાણકારી આપી છે. અને તેણે પણ આ ફિલ્મમાં પોતાના પહેલા લૂકને શેર કર્યો છે. બોલિવૂડમાં ફિલ્મ રોઝીથી ડેબ્યૂ કરવા મામલે પલકે પોસ્ટમાં લખ્યું છે કે હું ખૂબ જ ઉત્સાહિત છું. અને આ છે મારી પહેલી ફિલ્મનું પોસ્ટર.


  ઉલ્લેખનીય છે કે પલક તિવારી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે જ તે પોતાની વ્યક્તિગત જીવન પર પણ ખુલીને બોલે છે. તે ખૂબજ સ્ટાઇલીશ પણ છે. અને તે વાત તેના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં પણ જોવા મળે છે. પલક તિવારી શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે.
  Published by:Chaitali Shukla
  First published:July 29, 2020, 14:57 pm

  ટૉપ ન્યૂઝ