મુંબઈઃ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)એ કહ્યું કે અત્યારે તે પોતાના કામમાં ખૂબ જ બીઝી છે અને તેની પાસે લગ્ન (Marriage) જેવી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત ફિલ્મો પર ફોકસ કરવા ઈચ્છું છું. આ ફક્ત એક અફવા (Rumour) છે જેને તમે લોકો વધારી રહ્યા છો. શ્રદ્ધા પહેલા તેના પિતા શક્તિ કપૂર (Shakti Kapoor) પણ પોતાની દિકરીના લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી ચુક્યા છે.
વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal)ના લગ્નના લગ્ન વચ્ચે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ (Rohan Shrestha) જલ્દી જ લગ્ન કરવાના છે તેવા સમાચારો વહેતા થયા હતા. પણ શ્રદ્ધાએ આ સમાચારને અફવા (Shraddha Kapoor Marriage Rumor) ગણાવી છે. તમને જણાવી દઈએ કે પોતાના લગ્ન બાદ વરૂણે શ્રદ્ધા કપૂરના લગ્ન તરફ પણ ઈશારો કર્યો હતો.
એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ જણાવ્યું કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે અને તેની પાસે આ બધી વાતો માટે સમય નથી. હું આ સમયે ફક્ત મારી ફિલ્મો પર ફોકસ કરવા માંગુ છું. આ ફક્ત એક અફવા છે, જેને તમે લોકો વધુ ફેલાવી રહ્યા છો. આ પહેલા શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર પણ પોતાની દીકરીના લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી ચુક્યા છે. શક્તિ કપૂરને જ્યારે શ્રદ્ધાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની દિકરી એક સારા વ્યક્તિ સાથે લગ્ન કરે અને તેનો સારો પરિવાર હોય.
તમને જણાવી દઈએ કે વરૂણ-નતાશાના લગ્ન બાદ સોશ્યલ મિડિયા પર તેમને શુભકામનાઓ વરસાદ થઈ રહ્યો હતો. સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠે પણ વરૂણને ઈન્સ્ટાગ્રામ પર લગ્ન માટે શુભકામનાઓ પાઠવી. રોહને વિશ કર્યું કે તરત જ વરૂણે રિપ્લાય કરતા જણાવ્યું કે આશા છે કે હવે પછીનો નંબર તારો હોય. રોહન શ્રેષ્ઠ અને શ્રદ્ધા કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. વરૂણની આ વાત બાદ ખબરો વહેતી થઈ છે કે હવે પછી સેલિબ્રિટી વેડિંગમાં રોહન અને શ્રદ્ધાનો નંબર લાગી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર