Home /News /entertainment /સાનિયા મિર્ઝાના છૂટાછેડાની ખબર વચ્ચે શોએબ મલિકે આપી જન્મદિવસની શુભકામના

સાનિયા મિર્ઝાના છૂટાછેડાની ખબર વચ્ચે શોએબ મલિકે આપી જન્મદિવસની શુભકામના

ફોટોઃ @realshoaibmalik

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાની ખબરો સામે આવી રહી છે. તે દરમિયાન આજે સાનિયાના જન્મદિવસ પર શોએબે એક ખાસ પોસ્ટ દ્વારા પત્ની સાનિયાને જન્મદિવસની શુભકામના આપી છે.

  નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજે 36 વર્ષની થઈ ગઈ છે. સાનિયાનો જન્મ 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈમાં થયો હતો. આ ખાસ દિવસે તેના પતિ શોએબ મલિકે પોતાની પત્ની માટે એક ખાસ સંદેશ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે. સાનિયા મિર્ઝા અને શોએબ મિલકના છૂટાછેડાની ખબરો વચ્ચે આ એક મહત્વની ઘટના છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતાં. કપલના ઘરે 2018માં ઇઝહાન મલિકનો જન્મ થયો હતો.

  થોડા સમય પહેલા સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચેના મતભેદની ખબર સોશિયલ મીડિયા પર વેગ પકડી રહી હતી. કપલની ઘણી ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ફેન્સે અંદાજો લગાવ્યો હતો કે હાલ કપલ વચ્ચે કંઈક મતભેદ ચાલી રહ્યો છે. આ સિવાય પાકિસ્તાની મીડિયાએ પણ તે બંનેના છૂટાછેડા વિશે ઘણી ખબરો ચલાવી હતી. આવામાં શોએબ મલિકની સાનિયા મિર્ઝાને કરલા બર્થડે વિશથી ફેન્સને થોડી રાહત થઈ છે.

  આ પણ વાંચોઃ ક્યારેક કૂતરા પાછળ છોડ્યા તો ક્યારેક પુરુષોએ જ બનાવ્યો 'ડાર્લિંગ', રણવીરે જણાવ્યો દુઃખદ સંઘર્ષનો સમય

  શોએબ મલિકે ઈન્સ્ટાગ્રામ પર સાનિયા મિર્ઝા સાથે પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતા શોએબે લખ્યુ છે, "જન્મદિવસ મુબારક સાનિયા મિર્ઝા. તમારા ખૂબ જ સ્વસ્થ અને સુખી જીવનની પ્રાર્થના કરુ છુ! દિવસની સંપૂર્ણ મજા માણો. જોકે, શોએબની આ બર્થડે વિશ પર સાનિયા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.  તેમજ, સાનિયા મિર્ઝાએ પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. આ બર્થડે પાર્ટીમાં શોએબ મલિક ક્યાંય જોવા નથી મળતા. સાનિયાએ બોલિવૂડની પોપ્યુલર ફિલ્મમેકર ફરાહ ખાન અને સિંગર અનન્યા બિરલા સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ફરાહ અને અનન્યાએ સાનિયાની સાથે જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો પણ શેર કર્યો છે.

  આ પણ વાંચોઃ મયુર વાકાણીએ બનાવી પ્રધાનમંત્રી મોદીની મૂર્તિ, 'તારક મહેતા...'ના સુંદરની કલાકારી જોઈ ફેન્સ થયા હેરાન
   

   

   


  View this post on Instagram


   

   

   


  A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

  ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા લાંબા સમયથી એકબીજાના મિત્ર છે. બંને 2017માં કરણ જૌહરના ચેટ સો કૉફી વિથ કરણમાં પણ એકસાથે જોવા મળ્યા હતાં. સાનિયાને તેના ખાસ દિવસની શુભકામના આપતા સમયે ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ પર સાનિયા મિર્ઝાને જન્મદિવસની શાનદાર પાર્ટીનો વીડિયો શેર કર્યો છે. ફરાહ ખાને લખ્યુ, 'જન્મદિવસની શુભકામના મારી પ્રિય સાનિયા મિર્ઝા...આ વર્ષ તમારી માટે ખુશી અને પ્રેમ લાવે...જુઓ, હું જાગતી રહી...સાનિયાની માતાને પણ જન્મદિવસની શુભકામના...માતા જન્મદિવસ શેર કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. '

  આ પણ વાંચોઃ માતાના બે મહિના બાદ મહેશ બાબૂના પિતા કૃષ્ણાનું થયું નિધન, હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં કરાયા હતાં ભરતી

  જણાવી દઈએ કે, હાલમાં જ રવિવારે, 13 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ ઉર્દૂફ્લિક્સે ઘોષણા કરી છે કે સાનિયા અને શોએબ મલિક રિયાલિટી શો 'ધ મિર્ઝા મલિક શો'માં એકસાથે જોવા મળશે. ઉર્દૂફ્લિક્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, "ધ મિર્ઝા મલિક શો વેરી શૂન ઓનલી ઉર્દૂફ્લિક્સ." જોકે, સાનિયા અને શોએબે તેને લઈને કોઈપણ કોમેન્ટ કરી નથી.

  અમુક ન્યૂઝ રિપોર્ટ અનુસાર એ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે બંનેના અલગ થવાનું કારણ પાકિસ્તાની મોડેલ અને એક્ટ્રેસ આયશા ઉમર છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આયશા પાક ક્રિકેટરનું આયશા ઉમર સાથે અફેર ચાલી રહ્યુ છે અને સાનિયાને તેના વિશે જાણ થઈ ગઈ છે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Entertainment news, Sania mirza, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन