Home /News /entertainment /શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મૌન તોડ્યું, જાણો ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું કહી વાત

શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મૌન તોડ્યું, જાણો ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું કહી વાત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

Shilpa Shetty Reaction: પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીનું પહેલું રિએક્શન સામે આવ્યું, ‘ભવિષ્યના પડકારોનો સામનો કરીશું’

  મુંબઈ. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) હાલના દિવસોમાં પોર્ન વીડિયો કેસ (Pornography Video Case)ને લઈ ચર્ચાઓમાં છે. રાજ કુન્રા ાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)એ 19 જુલાઈએ ધરપકડ કરી હતી. પતિની ધરપકડ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પહેલીવાર મૌન તોડ્યું છે અને તેના માટે સોશિયલ મીડિયા (Social Media)નો સહારો લીધો છે. પોતાની લાગણીઓને એક પુસ્તકની તસવીર શૅર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે જીવનમાં આવનારા દરેક પડકારો માટે તે તૈયાર છે.

  રાજ કુન્દ્રાની ધરપકડ (Raj Kundra Arrested) બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયાથી અંતર રાખી દીધું હતું. પરંતુ ગુરુવાર ની રાત્રે તેણે પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર એક પુસ્તકના બે પેજ શૅર કર્યા છે. તેની પર શરૂઆતમાં અમેરિકન ઓથર જેમ્સ થર્બરનો એક Quote લખ્યો છે, ગુસ્સામાં પાછળ વળીને ન જુઓ કે ડરમાં આગળ ન જુઓ, પરંતુ જાગૃત થઈને ચારે તરફ જુઓ.

  પુસ્તકમાં આગળ લખ્યું છે કે, ‘આપણે ગુસ્સામાં પાછળ વળીને જોઈએ છીએ અને એ લોકોને યદ કરીએ છીએ જેઓએ આપણને આઘાત આપ્યો છે. જે આપણને આઘાત આપણે સહન કર્યો છે. આપણે એ શક્યતાાન ડરથી તત્પર રહીએ છીએ કે આપણે નોકરી ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીમાં સપડાઈ શકીએ છીએ કે પછી કોઈ સ્વજનના મોતથી દુઃખી થઈ શકીએ છીએ. પરંતુ આપણે જે સ્થાને રહેવાની જરૂર છે, તે યોગ્ય છે. હાલમાં જે થઈ રહ્યું છે, તેને ઉત્સુક્તાથી ન જુઓ પરંતુ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જુઓ કે તે શું છે.’


  આ પણ વાંચો, રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય

  પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે, એક ઊંડો શ્વાસ લઉં છું, એ જાણું છું કે હું જીવતો રહેવા માટે ભાગ્યશાળી છું. હું અતીતમાં પડકારોનો સામનો કરી ચૂક્યો છું અને ભવિષ્યમાં પડકારોથી બચીશ. આજે મને પોતાનું જીવન જીવવાથી વિચલિત કરવાની કોઈ જરૂર નથી.

  શિલ્પાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે ભવિષ્યમાં આવનારા પડકારો માટે તૈયાર છે અને તેનો સામનો તે અડગ રહીને કરશે.

  નોંધનીય છે કે, પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે તેમના હાથે આરોપી ઉમેશ કામતે બનાવેલા 70 વીડિયો લાગ્યા છે. મળતી જાણકારી મુજબ, આ તમામ વીડિયો કામતે અલગ-અલગ પ્રોડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.

  આ પણ વાંચો, Porn Case: રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા 25 લાખ રૂપિયા, આરોપીનો ખુલાસો

  બીજી તરફ, સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, હોટશોટ એપ (Hotshots App) પર અપલોડ કરવામાં આવેલા 20 મિનિટથી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન રાજ કુન્દ્રાને આ વીડિયો દર્શાવવામાં આવેલા જે ઉમેશ કામતે બ્રિટનની પ્રોડક્શન કંપની કેનરિનને મોકલ્યા હતા.
  " isDesktop="true" id="1117052" >

  ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન રાજ કુન્દ્રા સતત દાવો કરી રહ્યો છે કે તે પોર્ન વીડિયો નથી બનાવતો પરંતુ અન્ય ઓટીટી પ્લેટફોર્મ આવનારા ઇરોટિક વીડિયોની જેમ જ વીડિયો બનાવતો હતો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bribe, Mumbai Police, Porn Film Case, Pornography, Raj Kundra, Shilpa Shetty, બોલીવુડ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन