શિલ્પા શેટ્ટી બની નાનકડી દીકરીની મમ્મી, આ રીતે 'સમિશા શેટ્ટી કુંદ્રાનું' થયું સ્વાગત

News18 Gujarati
Updated: February 21, 2020, 11:55 AM IST
શિલ્પા શેટ્ટી બની નાનકડી દીકરીની મમ્મી, આ રીતે 'સમિશા શેટ્ટી કુંદ્રાનું' થયું સ્વાગત
શિલ્પા શેટ્ટી આવી દીકરી

શિલ્પા શેટ્ટી આ ખુશખબરી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

  • Share this:
જાણીતી બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટી કંદ્રાએ તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને પોતાના ઘરે દીકરીનો જન્મ થયો હોવાની વધામણી કરી છે. શુક્રવારે તેમણે આ અંગે જાહેરાત કરી હતી. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા અને બિઝનેસમેન અને તેમના પતિ રાજ કુંદ્રા ફરી એક વાર મા-બાપ બન્યા છે. તેમણે સેરોગસી દ્વારા દીકરીના મા-બાપ બન્યા છે. આ બાળકીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. અને આ અંગે શિલ્પા શેટ્ટીએ ખુલાસો આપ્યો છે.

પોતાની પોસ્ટમાં શિલ્પાએ લખ્યું છે "ઓમ શાંતિ ગણેશાય નમ: અમારી પ્રાર્થનાઓનો આખરે જવાબ મળ્યો...આ જાહેરાત કરતા અને ખુશી અનુભવીએ છીએ કે અમારે ત્યાં નાની પરી સમિશા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો છે. તે ફેબ્રુઆરી 15,2020 જન્મી હતી." વળી તેણે પોતાની દીકરીના નામનો મતલબ પણ સમજાવ્યો હતો તેણે કહ્યું કે સંસ્કૃતમાં 'સા' નો મતલબ હોવું થાય છે અને મિશાનો રશિયન મતબલ થાય છે 'ભગવાન જેવું' તેણે કહ્યું કે મા લક્ષ્મીનો અમારા ઘરમાં જન્મ થયો છે. અને તેણે અમારા પરિવારને પૂર્ણ કર્યો છે. વધુમાં તેણે લોકો અને શુભેચ્છકોને આ નાની બાળકી પર પોતાના આશીર્વાદ અને શુભકામના આપવાનું પણ કહ્યું.
 View this post on Instagram
 

|| Om Shri Ganeshaya Namah || Our prayers have been answered with a miracle... With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, Born: February 15, 2020 Junior SSK in the house ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name - our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra #gratitude #blessed #MahaShivratri #daughter #family #love


A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


ઉલ્લેખનીય છે કે શિલ્પા અને રાજના 2009 નવેમ્બરમાં લગ્ન થયા હતા. તે પછી તેમના ઘરમાં મે 2012માં વિવાન જન્મ થયો હતો. સોશિયલ મીડિયામાં તે પોતાના પતિ અને પુત્ર સાથે અનેક વીડિયો મૂકતી રહેતી હોય છે. વળી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. અને તે પોતાના વિશે તમામ જાણકારી તેના ફેન્સને આપતી રહે છે. ત્યારે આ સમાચાર આપી તેણે તેના ફેન્સને પણ સરપ્રાઇઝ કરી દીધા છે. હાલ શિલ્પાએ દીકરીની એક તસવીર મૂકી છે. અને આ સમાચાર સાંભળીને તેના ફેન્સ ખુબ ખુશ થયા છે. અને લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. વધુમાં વર્કફંટની વાત કરીએ તો શિલ્પા 13 વર્ષ પછી રૂપેરી પડદે હંગામા 2 સાથે પરત ફરી રહી છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर